છત્તીસગઢમાં કોલસાના બ્લોકની ફાળવણીમાં ગેરરીતિઓ સંબંધિત CBI કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ વિજય દર્ડાને ચાર વર્ષની જેલની સજા સંભળાવી છે. આ જ કેસમાં તેમના પુત્ર દેવેન્દ્ર દર્ડા અને મેસર્સ જેએલડી યવતમાલ એનર્જી પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર મનોજ કુમાર જયસ્વાલને પણ ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
Advertisement
Advertisement
15 લાખનો દંડ પણ ફટકાર્યો
આ જ કેસમાં કોર્ટે પૂર્વ કોલસા સચિવ એચ.સી. ગુપ્તા, બે વરિષ્ઠ જનસેવકો કે.એસ. ક્રોફા અને કે.સી. સામરિયાને પણ ત્રણ વર્ષની સજા સંભળાવી છે. રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ વિજય દર્ડા અને તેમના પુત્ર દેવેન્દ્ર દર્ડાને 15 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. મનોજ કુમાર જયસ્વાલને પણ 15 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભૂતપૂર્વ કોલસા સચિવ એચ.સી. ગુપ્તાને ત્રણ વર્ષની જેલ અને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સીબીઆઈએ આ કેસમાં આરોપીઓને મહત્તમ સજાની માંગ કરી હતી.
આ પહેલા 13 જુલાઈએ આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે પૂર્વ રાજ્યસભા સાંસદ વિજય દર્ડા અને પૂર્વ કોલસા સચિવ સહિત પાંચ અન્ય આરોપીઓને દોષી ઠેરવ્યા હતા. કોર્ટે આરોપીઓને IPCની કલમ 120B (ગુનાહિત કાવતરું) અને 420 (છેતરપિંડી) હેઠળ ગુનેગાર ઠેરવ્યા છે.
Advertisement