ભારત અને કેનેડાના સંબંધોમાં અભૂતપૂર્વ તણાવ છે અને તેની પાછળનું કારણ કેનેડા સરકારની ખાલિસ્તાની આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાની નીતિ છે.
Advertisement
Advertisement
હવે જ્યારે કેનેડાના પીએમ ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારત સરકાર પર આંગળી ચીંધી છે ત્યારે કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ અને સાંસદ જગમીત સિંહે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. વાયરલ વીડિયોમાં તે ખાલિસ્તાનીઓને આશ્વાસન આપતો જોવા મળી રહ્યો છે. તે કહે છે કે, હું કેનેડામાં છું ત્યાં સુધી તમારે ડરવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે જગમીત સિંહની પાર્ટીમાં 24 સાંસદો છે અને તેમની પાર્ટી ટ્રુડોને સમર્થન આપી રહી છે. પોતાનું પદ બચાવવા માટે ટ્રુડો ખાલિસ્તાનીઓને બચાવી રહ્યા છે અને જગમીત સિંહને ખુશ કરવા ભારત વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે.
બીજી બાજુ સંસદમાં ટ્રુડોના નિવેદન બાદ જગમીત સિંહે એક નિવેદન જારી કરીને કહ્યું કે આજે અમને ખબર પડી છે કે ભારતીય એજન્ટોએ હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરી છે. તે એક કેનેડિયન નાગરિક હતો જેની કેનેડાની ધરતી પર હત્યા કરી દેવામાં આવી હતી. હું તમામ કેનેડિયનોને વચન આપું છું કે હું આ માટે ભારતના પીએમ નરેન્દ્ર મોદીને દોષી ઠેરવવામાં કોઈ કસર છોડીશ નહીં.
આ ઉપરાંત અન્ય એક વીડિયોમાં સાંસદ કહે છે કે ભારત સરકાર ભારતમાં શીખો પર અત્યાચાર કરી રહી છે, પરંતુ અત્યાર સુધી એવું ક્યારેય લાગ્યું નથી કે કેનેડામાં પણ આપણા પર કોઈ ખતરો હોઈ શકે છે. હું સૌને કહેવા માંગુ છું કે નિજ્જરને ન્યાય અપાવવા માટે હું મારી તમામ તાકાત લગાવીશ.
નિજ્જરની આ વર્ષે હત્યા કરવામાં આવી હતી
આ વર્ષે 18 જૂને કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ભારત સરકારે 41 આતંકવાદીઓની જે યાદી જાહેર કરી હતી તેમાં હરદીપ નિજ્જરનું નામ પણ સામેલ હતું. ભારતીય એજન્સી NIAએ નિજ્જરને ભાગેડુ જાહેર કર્યો હતો. નિજ્જર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ અને કેનેડામાં ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)નો મુખ્ય ચહેરો હતો. આ ઉપરાંત, નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો પ્રમુખ પણ હતો.
Advertisement