પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનને સુરક્ષા દળોએ ઇસ્લામાબાદ હાઇકોર્ટની બહાર થી ધરપકડ કરી લેવામાં આવી છે. તેમની પાર્ટીના સૂત્રો તરફથી આ અંગે માહિતી આપવામાં આવી છે.
Advertisement
Advertisement
જોકે, તેમને કયા કેસમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે, તેની માહિતી હજુ સુધી સામે આવી નથી. પાર્ટીના નેતા ફવાદ ખાને કહ્યું છે કે ઇસ્લામાબાદ હાઇકોર્ટની બહાર ઈમરાન ખાનની કારને રેન્જર્સે ઘેરી લીધી છે.
પાકિસ્તાની રેન્જર્સે તેની ધરપકડ કરી છે. તેમની ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ ડૉન અનુસાર, પાકિસ્તાની રેન્જર્સે ઈમરાન ખાનની ઇસ્લામાબાદ હાઇકોર્ટની બહાર થી ધરપકડ કરી હતી. ઈમરાન ખાનના પીટીઆઈના વકીલ ફૈઝલ ચૌધરીએ તેમની ધરપકડની પુષ્ટિ કરી છે.
છેલ્લા ઘણાં લાંબા સમયથી વર્તમાન સરકાર અને ઇમરાન ખાન વચ્ચે સતત શાબ્દિક મારા મારી ચાલી રહી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભૂટ્ટોના ભારત પ્રવાસ બાદ ઇમરાન ખાને કેટલાંક બિલાવલ વિરોધી નિવેદનો પણ કર્યા હતા.
બિલાવલ માટે ઇમરાને “બેવકૂફ” શબ્દનો ઉપયોગ કર્યો હતો અને આખા ભારત પ્રવાસ દરમ્યાન બિલાવલની સોશ્યલ મીડિયા પર ટીકા કરી હતી. છેલ્લા બે દિવસથી ઇમરાનનો વીડિયો આખા વિશ્વમાં વાઈરલ થયો હતો ત્યારે આજે સવારે ઇમરાનની ધરપકડ કરવામાં આવી છે.
Advertisement