- યુ.એસ.રાષ્ટ્રપતિ જો બાઇડન સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાતે આવવાના છે અને આ પ્રવાસ માટે બાઇડન ઘણાં ઉત્સાહિત છે. ૨૦૨૪ એ ભારત-યુએસ સંબંધો માટે મહત્વનું વર્ષ બનવા જઇ રહ્યું છે. દક્ષિણ અને મધ્ય એશિયાના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ડોનાલ્ડ લુએ આ અંગે માહિતી આપી હતી. વધુમાં તેઓએ ઉમેર્યું કે, જી-૨૦માં ભારતના નેતૃત્વને વિશ્વ શાંતિ માટે એક અનોખી પહેલ કરી અને તે દિશામાં ક્ષમતાને વધુ વિસ્તૃત કરી છે. અમેરિકા એપીઇસીનું આયોજન કરી રહ્યું છે, જાપાન જી-૭ની યજમાની કરી રહ્યું છે એટલે ઘણા ક્વાડ સભ્યો નેતૃત્વની ભૂમિકાઓમાં ભાગ લઇ રહ્યા છે અને બધા દેશોને નજીક લાવવાની તક પૂરી પાડે છે. અમેરિકી અધિકારી દ્વારા કહેવાયું છે કે, અમારા રાષ્ટ્રપતિ જો બાઇડન સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાતને લઇને ઘણાં ઉત્સાહિત છે. જી-૨૦ નેતાઓની સમિટ માટે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. અમે આવનારા થોડા મહિનાઓમાં થનારી ઘટનાક્રમ વિશે ખરેખર ઉત્સાહિત છીએ.
Advertisement