ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા અને દેશના જાણીતા કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ.સ્વામીનાથનનું આજે નિધન થયું છે. તેમણે ચેન્નાઈમાં અંતિમ શ્વાસ લીધા. 98 વર્ષની વયે તેમનું અવસાન થયું છે. તેમને દેશમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા કહેવામાં આવે છે. ભારતમાં ઘઉં અને ચોખાની ઉચ્ચ ઉપજ આપતી જાતો રજૂ કરવાનો અને આ જાતોને વધુ વિકસિત કરવાનો શ્રેય તેમને ફાળે જાય છે. તેમણે 1960ના દાયકામાં ભારતને દુષ્કાળથી બચાવવા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા અમેરિકન વૈજ્ઞાનિક નોર્મન બોરલોગ સાથે કામ કર્યું હતું.
Advertisement
Advertisement
તેમણે 1960ના દાયકામાં ભારતને દુષ્કાળથી બચાવવા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા અમેરિકન વૈજ્ઞાનિક નોર્મન બોરલોગ સાથે કામ કર્યું હતું. સ્વામીનાથનને ભારતમાં હરિયાળી ક્રાંતિના નેતા માનવામાં આવે છે. તેઓ ઘઉંની શ્રેષ્ઠ જાતને ઓળખનાર અને સ્વીકારનાર પ્રથમ વ્યક્તિ હતા. તેના કારણે ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં મોટો વધારો થયો હતો.
પ્રોફેસર સ્વામીનાથનને 1987 માં પ્રથમ વિશ્વ ખાદ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તેમને અન્ય ઘણાં પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમાં 1971માં પ્રતિષ્ઠિત રેમન મેગ્સેસે એવોર્ડ અને 1986માં વિજ્ઞાન માટે આલ્બર્ટ આઈન્સ્ટાઈન વર્લ્ડ એવોર્ડનો સમાવેશ થાય છે. ‘ટાઇમ’ મેગેઝિન દ્વારા 20મી સદીના 20 સૌથી પ્રભાવશાળી એશિયન લોકોમાંથી એક તરીકે પ્રોફેસર સ્વામીનાથનનું નામાંકન કરવામાં આવ્યું હતું.
Advertisement