ISRO એ આદિત્ય-L1 મિશન સંબંધિત મહત્વપૂર્ણ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે આદિત્ય-L1 એ સાયન્ટિફિક ડેટા એકત્ર કરવાનું શરૂ કરી દીધું છે. STEPS ઇન્સ્ટ્રુમેન્ટના સેન્સરે પૃથ્વીથી 50,000 કિમીથી વધુના અંતરે સુપર-થર્મલ અને એનર્જેટિક આયન્સ અને ઇલેક્ટ્રોનની માપણીની કામગીરી શરૂ કરી છે. આ ડેટા વૈજ્ઞાનિકોને પૃથ્વીની આસપાસના કણોના વર્તનનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. આ આંકડા વિવિધ એકમોમાંથી એક એકમ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ઊર્જાસભર કણોને લગતા વાતાવરણની વિવિધતા અંગેની માહિતી આપે છે.
Advertisement
Advertisement
આ મહિને થયું હતું લોન્ચ
ભારતીય અવકાશ એજન્સી ISRO એ 2 સપ્ટેમ્બરે ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય-L1 લોન્ચ કર્યું હતું. ISRO એ PSLV C57 લોન્ચ વ્હીકલથી આદિત્ય L1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થયું હતું. ચંદ્રયાન-3ની જેમ આ મિશન પહેલા પૃથ્વીની આસપાસ ભ્રમણ કરશે અને પછી તે ઝડપથી સૂર્ય તરફની દિશામાં ઉડાન ભરશે.
Aditya-L1 Mission:
Aditya-L1 has commenced collecting scientific data.The sensors of the STEPS instrument have begun measuring supra-thermal and energetic ions and electrons at distances greater than 50,000 km from Earth.
This data helps scientists analyze the behaviour of… pic.twitter.com/kkLXFoy3Ri
— ISRO (@isro) September 18, 2023
આદિત્ય પૃથ્વીની ભ્રમણકક્ષામાં 16 દિવસ વીતાવશે
ઈસરોએ કહ્યું કે આદિત્ય એલ1એ તેની ભ્રમણકક્ષા બદલીને આગળની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે. આદિત્ય L1 પૃથ્વીની ભ્રમણકક્ષામાં 16 દિવસ પસાર કરશે. આ સમયગાળા દરમિયાન, તેની ભ્રમણકક્ષાને પાંચ વખત બદલવા માટે અર્થ બાઉન્ડ ફાયરિંગ કરવામાં આવશે.
આદિત્ય 110 દિવસ પછી લેગ્રેંજિયન પોઈન્ટ પહોંચશે
110 દિવસની મુસાફરી પછી, આદિત્ય L1 લેગ્રેંજિયન – 1 પોઈન્ટ પર પહોંચશે. આ પોઈન્ટ પર પહોંચ્યા પછી, આદિત્ય L1માં બીજું મેનુવર કરવામાં આવશે, જેની મદદથી આદિત્ય L1ને L1 પોઈન્ટની પ્રભામંડળ ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. અહીંથી આદિત્ય L1 સૂર્યનો અભ્યાસ કરશે. આ લેગ્રેંજિયન બિંદુ સૂર્યની દિશામાં પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર છે. આદિત્ય એલ1 સાથે સાત પેલોડ મોકલવામાં આવ્યા છે, જે સૂર્યનો વિગતવાર અભ્યાસ કરશે. તેમાંથી ચાર પેલોડ્સ સૂર્યપ્રકાશનો અભ્યાસ કરશે. બાકીના ત્રણ સૂર્યના પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરશે.
Advertisement