ભારતની ડંકો દુનિયામાં વાગી રહ્યો છે ત્યારે ખૂબ જ કઠીન ગણાતી ધ હિમાલય ચેલેન્જને દેશની દીકરીએ સફળતાપૂર્વક પૂર્ણ કરીને દુનિયામાં તિરંગાની શાન વધારી છે. પુણેની પ્રીતિ મસ્કે “ધ હિમાલય ચેલેન્જ” પૂર્ણ કરીને ગિનીસ બૂક ઓફ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે.
પ્રીતિએ માત્ર 10 દિવસમાં 18 કલાક અને 50 મિનિટમાં થિમ્પુ (ભુતાન)- કાઠમંડુ (નેપાળ)- નવી દિલ્હી સાઈકલ ચલાવી. આ દરમિયાન તેણે સાઈકલ દ્વારા 2300 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
પ્રીતિએ 23 એપ્રિલે થિમ્પુથી નીકળી હતી અને 3 મેની રાત્રે ઈન્ડિયા ગેટ પહોંચી હતી. અહીં BRO(બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન)ના કર્નલ જી.એન.વશિષ્ઠે તેમનું સ્વાગત કર્યું હતું. તેમના ક્રૂ ચીફ આનંદ કંસલે કહ્યું કે આ પ્રવાસ દરમિયાન હિમાલયના કેટલાક મુશ્કેલ પ્રદેશોમાંથી સાઈકલ ચલાવવી તેમના માટે પડકારજનક હતી. આ સફળતા હાંસલ માટે પ્રીતિએ દરરોજ 13થી 14 કલાક સાઈકલ ચલાવી છે. તે સવારે 5થી સાંજે 6 વાગ્યા સુધી સાયકલ ચલાવતી હતી.
47 વર્ષીય પ્રીતિ મસ્ક બે બાળકોની માતા છે
પુણેની રહેવાસી પ્રીતિ મસ્ક બે બાળકોની માતા છે અને તે દોડવીર પણ છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે તેણે પાંચ વર્ષ પહેલા સાઈકલ ચલાવવાની શરુઆત કરી હતી. અગાઉ આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ તેણે શ્રીનગરથી કન્યાકુમારીનું અંતર 11 દિવસ, 11 કલાક અને 23 મિનિટમાં કાપ્યું હતું. નવેમ્બર – 2022માં તેણે કોટેશ્વર-ગુજરાતથી કિબિથુ-અરુણાચલ પ્રદેશનું અંતર માત્ર 13 દિવસ, 18 કલાકમાં સાઈકલ પર કાપ્યું હતું.
જુલાઈ 2022ના રોજ લેહથી મનાલીનું અંતર દોડતી વખતે માત્ર 4 દિવસમાં 22 કલાકમાં પૂર્ણ કર્યું. જુન 2022માં તેણે લેહથી મનાલી સુધીની સાઈકલ યાત્રા 55 કલાકમાં પૂર્ણ કરી હતી. માર્ચ 2021માં ગોલ્ડન ચતુર્ભુજ પર 6 હજાર કિલોમીટરની ચાઈકલ ચલાવી હતી.
Advertisement