આગામી 1 ઓક્ટોબર, 2023થી ઓનલાઈન ગેમિંગ પર 28% GST લાગુ થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના ચેરમેન સંજય કુમાર અગ્રવાલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેને માટે તૈયાર છે. ગયા મહિને 51મી જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ઓનલાઈન ગેમિંગ પર 28% જીએસટી લાગૂ કરવાની જાહેરાત કરી હતી. તે મુજબ 1 ઓક્ટોબરથી ઓનલાઈન ગેમિંગ પર લગાવવામાં આવેલા બેટ્સના સંપૂર્ણ ફેસ વેલ્યુ પર 28 ટકા ટેક્સ લાગશે.
Advertisement
Advertisement
છ મહિના પછી નિર્ણયની સમીક્ષા કરાશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના ચેરમેન સંજય કુમાર અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે તમામ રાજ્યોએ પોતાની વિધાનસભાઓમાં તેને પસાર કરવાની જરૂર હતી. તેમણે કહ્યું, “રાજ્યોએ 1 ઓક્ટોબરથી ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા જીએસટી લાગુ કરવા માટે 28 સપ્ટેમ્બર સુધીમાં તેમની વિધાનસભાઓમાં તેને પસાર કરવાનો અથવા વટહુકમ બહાર પાડવાનો હતો. અગ્રવાલે ઉમેર્યું કે, ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા ટેક્સ લાગુ થયાના છ મહિના પછી તેની સમીક્ષા કરવામાં આવશે.”
જુલાઈમાં જાહેરાત કરવામાં આવી હતી
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે જુલાઈમાં જાહેરાત કરી હતી કે ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનોમાં લગાવવામાં આવેલા બેટ્સ પર સમગ્ર મૂલ્ય પર 28 ટકા ટેક્સ લાગશે. ઓનલાઈન ગેમિંગ કંપનીઓને મળી રહેલી કારણ બતાવો નોટિસો અંગે તેમણે કહ્યું કે કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ જારી કરવામાં આવી રહી છે અને તે વિભાગ દ્વારા અપનાવવામાં આવેલા વલણનો એક ભાગ છે. તેમણે કહ્યું, “વિભાગ કાયદાના અર્થઘટનમાં એક સમાન અભિગમ અપનાવી રહ્યો છે અને તે મુજબ કારણ બતાવો નોટિસ જારી કરાઈ રહી છે.”
ઓનલાઈન ગેમિંગ કંપનીઓનો ડેટા એકત્ર કરવાની કામગીરી
સંજય કુમાર અગ્રવાલે કહ્યું કે GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેને 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. ઘણી ઓનલાઈન ગેમિંગ કંપનીઓ છે જેનો ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. તેના આધારે કારણ બતાવો નોટિસો જારી કરવામાં આવશે. ઘણી ગેમિંગ કંપનીઓના મામલામાં કેન્દ્ર સરકાર દ્વારા જ નહીં પરંતુ રાજ્ય સરકારો દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યો દ્વારા પણ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી રહી છે.
નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ અંગે આ વાત કરી
નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ અંગે સંજય કુમાર અગ્રવાલે કહ્યું, “બનાવટી ITCની સમસ્યાને ધ્યાનમાં રાખીને, સરકાર GST કાઉન્સિલમાં ઘણા નિર્ણયો લઈ રહી છે અને તે મુજબ નોંધણી પ્રક્રિયાને મજબૂત બનાવવામાં આવી છે. કેટલીક વધુ ચકાસણી કરવામાં આવી રહી છે.”
Advertisement