Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > #Column:ચેમ્પિયન્સનો ઉદયઃ એક નવો શિક્ષણ યુગ

#Column:ચેમ્પિયન્સનો ઉદયઃ એક નવો શિક્ષણ યુગ

0
275
  • નવી શિક્ષણ પોલિસી (National Education Policy) શ્રેષ્ઠ છે પરંતુ
  • તેની સફળતાનો આધાર યોજનામુજબ ગ્રાઉન્ડસ્તરના અમલીકરણ પર છે

રમા મુંદ્રા (Rama Moondra): કેન્દ્રીય કેબિનેટ બુધવારે નવી રાષ્ટ્રીય શિક્ષણ પોલિસી (NEP)ને મંજૂરી આપી હતી. આ નવી નો National Education Policyઉ્દેશ્ય શાળાથી યુનિવર્સિટીસ્તરે નકામી અને જુની થઇ ગયેલી ભારતીય શિક્ષણ પદ્વતિને ઘરમૂળથી સુધારવાનો છે.

જ્યારથી તેની જાહેરાત થઇ છે, સર્વત્ર તેની ચર્ચા થઇ રહી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગત દ્વારા તેની પ્રસંશા થઇ રહી છે. તો કેટલાક લોકો ખાસ કરીને વિપક્ષી નેતાઓ આ નવી નીતિની ટીકા કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપની સરકારે જાહેર કરેલી આ નીતિની સીમા સ્પષ્ટપણે નક્કી કરી છે. તેમ છતાં એક બાબત સરકારે નક્કી કરવી જોઇએ કે આ નીતિના મહત્વના પાસાઓ વાસ્તવિક અને  પ્રાપ્ય લક્ષ્યો સાથે મેળ ખાય તે જરુરી છે.

આ પણ વાંચોઃ રાજસ્થાન રાજકારણઃ યુવા બળવાના સુકાની મોહનલાલથી પાઇલટ સુધી

નવી નીતિએ બોર્ડ એક્ઝામને સરળ અને પ્રાપ્ત કરી શકાય તેવું માઇલસ્ટોન બનાવ્યું છે. મધ્યાન્હ ભોજન યોજના હેઠળ નાસ્તો પિરસવાનું વધુ એક આવકારદાયક પગલું છે. વિદ્યાર્થીઓ વિદેશી યુનિવર્સિટીઓને મોટા પાયે કેમ્પસ સ્થાપવાની મંજૂરી આપવાના વિચારથી પણ ખુશ છે. જ્યારે શિક્ષણવિદો ટુંકમાં નવી તકો પર ધ્યાન આપવા લાગશે. આ બધી બાબતોએ એક ખુબ જ સુંદર ચિત્ર રજુ કર્યું છે.

આ સિવાય, શાળાઓ સુધારેલી શિક્ષણ પદ્વતિમાં એવી રીતે જોડાશે જે હજુ સુધી દેખાયું નહતું. મોટાઓથી લઇ યુવાઓમાં એક સામાન્ય મજાક થાય છે કે “6ઠ્ઠા ધોરણમાં મેં શિખેલુ બીજગણિત અને ત્રિકોણીય ગણતરીનો હું ક્યા ઉપયોગ કરવાનો છું?” અહીં આ બીજગણિત અને ત્રિકાણીય ગણતરી રદ થવાની નથી. વળી વિદ્યાર્થીઓ તેમની અંગત રુચિના આધારે બોર્ડની પરીક્ષા માટે વિષયોની પસંદગી કરી શકશે. આ મહત્વનું પરિવર્તન નવી પોલિસી રજૂ કરવાનો આશય છે.

આનાથી ભવિષ્યમાં આપણે 16 વર્ષના CEO જોઇશું. બધુ થઇને બોર્ડ અભ્યાસક્રમનું મહત્વનું ફોકસ ” પ્રાયાગિક શિક્ષણ અને જટિલ વિચારશરણી પર હશે.” શાળા શિક્ષણના મહત્વના ભાગ  રિપોર્ટકાર્ડમાં માત્ર માર્કસ અને રિમાર્ક્સ ઉપરાંત વિદ્યાર્થીની કુશળતા અને ક્ષમતાની માહિતી પણ હશે.

નવી શિક્ષણ નીતિમાં “પ્રાચીન ભારતીય જ્ઞાન” પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જેનો સમાવેશ વૈજ્ઞાનિક ચોકસાઇને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ‘ટાઈમ કેપ્સૂલ’ વિશેષ: ભવિષ્યની પેઢી માટે ભૂતકાળને સુરક્ષિત રાખવાની ક્વાયત

નવી શિક્ષણ નીતિમાં શિક્ષણશાસ્ત્રનો ઢાંચો ભણાવાતા પ્રવાહમાં ખુબ જ ઇચ્છિત સુગમતાવાળુ હશે. વિજ્ઞાનના વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીને હવે સાયન્સ મીડિયમમાં નિષ્ફળતા છતાં બંધાઇ રહેવાની જરૂર નહીં રહે કારણ કે તેઓ સહેલાઇથી આર્ટ સ્ટ્રીમમાં મરજી મુજબ એ પણ વિષય આધારિત વર્ષો જુની શિક્ષણ પદ્વતિમાં અટવાયા વિના જઇ શકશે.

એક શિક્ષિત ભારતીય સરેરાશ ત્રણ ભાષા બોલી શકે છે, જે ઘણા વિદેશો માટે આશ્ચર્યની વાત છે. દક્ષિણના રાજ્યોએ તો તેમના પર હિન્દી લાદવાનો ઇનકાર કર્યો હતો તેની સાથે ભાષા હંમેશા ચર્ચાનો મુખ્ય મુદ્દો રહી છે. ત્યારે નવી શિક્ષણ નીતિમાં પ્રાદેશિક ભાષા પર નવેસરથી ધ્યાન આપવાની કાળજી રખાઇ છે.

રસપ્રદ છે કે કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી આ અંતિમ પોલિસી રાજ્યોને વધુ રાહત આપનારી છે. એક અભૂતપૂર્વ જાહેરાત એ પણ કરાઇ છે કે રાજ્યો પર કોઇ ભાષા લાદવામાં આવશે નહીં.

વિદ્યાર્થીઓને શીખવાની ત્રણ ભાષા રાજ્યો, ક્ષેત્રીય કે વ્યક્તગત પસંદગીની હશે. નવી પોલિસીમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ધોરણ 5 સુધી શિક્ષણ માધ્યમ પણ સ્થાનિક/ઘરે બોલાતી/ ક્ષેત્રીય/માતૃભાષાનું હશે.

મારા જેવા સામાન્ય લોકો માટે હિન્દી અને બિન હિન્દી રાજ્યો વચ્ચે પહેલેથી જ પડલી તિરાડ કદાચ આ પગલાંથી વધુ પહોળી થશે. આજના આધુનિક યુગમાં કાર્યસ્થળો સહિત પ્રાદેશિક ભાષા જાણનારા પ્રવાસી વ્યવસાયિકોની મજાક ચાલુ રહેશે. જેનાથી ઘણી વખતે લોકોની લાગણીઓ દુભાય છે. જ્યારે તમિલનાડુ હિન્હી ભાષા લાદવા સામે વિરોધ કરતું જ રહ્યું છે.

આ પણ વાંચોઃ #Column: વધુની ખેવના કર્યા વગર જે છે તેનો સર્વોત્કૃષ્ટ ઉપયોગ કરવો

આના માટે રાજ્યોએ ભાષાઓને જોડવાની થયેલી શરૂઆત પર આદર્શ રીતે વધુ ધ્યાન આપવું જોઇએ.

M.Phil.ને બંધ કરવું એ લાંબી રજા પર ઉતરેલા સહયોગીને છૂટા કરવા જેવું છે. આમ પણ કોઇની ગેરહાજરીની કોઇ નોંધ લેવાતી નથી. છતાં હવે ઉચ્ચ શૈક્ષણિક પંચ (Higher Education Commission) UGC અને AICTEનું સ્થાન લેશે. જે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલું આવકારદાયક અને હિમ્મતભર્યું પગલું છે. વર્તમાન શૈક્ષણિક પદ્વતિ  NEP- 1986ના 34 વર્ષ બાદ બદલાઇ રહી છે. તેથી આ એક નવી શરૂઆત છે.

આ નવી નીતિમાં ટેક્નિકના ઉપયોગ અંગે અત્યાધુનિક, સમયની જરૂરિયાત અને આગળ પડતો એડન્ડા છે. ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં પહેલેથી જ ડિજિટલી ભણાવવાનું અને શિખવવાનું ચાલુ છે, હવે તમે આ વાંચશો ત્યારે વર્ચ્યુઅલ લેબ પણ વિકસી રહી હશે. ખાનગી-પરોપકારી ભાગીદારી વિદ્યાર્થીઓ માટે ગેમ ચેંજર બની શકે છે. જેઓ શૈક્ષણિક ટેક્નોલોજી, ડિજિજલ કેમ્પસ બાંધી શકે છે. જેમાં રતન તાતા અને આનંદ મહિન્દ્રા જેવા પરોપકારી ભાગીદાર બની શકે છે.

આ શિક્ષણ નીતિ બહુ વ્યાપક છે અને તે વર્તમાન શિક્ષણ પદ્વતિના દરેક પાસને આવરી લે છે. જેમ કહેવાય છે કે, પરિવર્તન જરૂરી છે, પણ વિકાસ વૈકલ્પિક છે. તેમ નવી શૈક્ષણિક નીતિ (NEP) પણ વિકાસલક્ષી, આજથી ભવિષ્યને બદલનારી છે. આવી નીતિઓની સફળતા માટે માનવમાં આવતા ગ્રાઉ્ન્ડસ્તરના અમલ માટેની છે.

(લેખક IIMનાં વિઝિટિંગ ફેકલ્ટીઅને સેન્ટરની સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલનાં મુખ્ય માર્ગદર્શક છે)