Gujarat Exclusive > યુથ > મનોરંજન > જન્મદિન વિશેષ: ‘નેશનલ ક્રશ’ રશ્મિકા મંદાના, હસતા ચહેરા પાછળ છૂપાઈ છે દર્દનાક કહાની

જન્મદિન વિશેષ: ‘નેશનલ ક્રશ’ રશ્મિકા મંદાના, હસતા ચહેરા પાછળ છૂપાઈ છે દર્દનાક કહાની

0
160
  • નાની ઉંમરમાં ઊંચા મુકામે પહોંચી રશ્મિકા, સાઉથ બાદ બૉલિવૂડમાં ધમાલ મચાવવા તૈયાર

હૈદરાબાદ: સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી બૉલિવૂડમાં આવી રહેલી રશ્મિકા મંદાનાના (Rashmika Mandana ) કરોડો ચાહકો છે. આજે તેના જન્મદિન પર તેના ફેન્સ શુભેચ્છા પાઠવી રહ્યાં છે. રશ્મિકા આજે 25 વર્ષની થઈ ગઈ છે અને ખૂબ જ નાની ઉંમરમાં જ તેણે એવો મુકામ હાંસલ કર્યો છે, જેની મોટાભાગે કોઈ કલ્પના પણ નહીં કરી શકતું હોય. હંમેશા ખુશખુશાલ રહેતી રશ્મિકાના જિંદગીની એક એવી કડવી સચ્ચાઈ છે, જેના વિશે કદાચ તમે અજાણ હશો. National Crush Rashmika Mandana

રશ્મિકાનો (Rashmika Mandana ) જન્મ કર્ણાટકના વિરાજપેટમાં એક મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો. રશ્મિકાએ કૉલેજના દિવસોથી મૉડલિંગ શરૂ કરી દીધુ હતુ અને 2015માં બેંગલુરૂમાં એક ટેલેન્ટ હંટમાં પણ વિજેતા થઈ હતી. આ દરમિયાન ડિરેક્ટર રિષભ શેટ્ટની નજર તેના પર પડી. માત્ર 19 વર્ષની ઉંમરમાં રશ્મિકા મંદાનાએ “કિરિક પાર્ટી”થી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું.

 

આ ફિલ્મના સેટ પર રશ્મિકા મંદાના (Rashmika Mandana ) અને એક્ટર રક્ષિત શેટ્ટીની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. 3 જુલાઈ, 2017માં રશ્મિકા અને રક્ષિત શેટ્ટીએ સગાઈ કરી લીધી હતી. જો કે 2018ના સપ્ટેમ્બર મહિનામાં તેમના બ્રેકઅપના સમાચારથી ફેન્સને મોટો આંચકો લાગ્યો હતો.

આ પણ વાંચો:  ઈંગ્લેન્ડની સ્કૂલોમાં ‘મુન્ની થશે બદનામ’! નવા સંગીત સિલેબસમાં આઈટમ સોંગને મળ્યું સ્થાન  National Crush Rashmika Mandana

જ્યારે આ બધુ થયું, ત્યારે રક્ષિત સોશિયલ મીડિયાથી દૂર હતો અને તેણે પોતાનું ફેસબુક એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી રાખ્યું હતુ. જ્યારે લોકોએ તેના અને રશ્મિકા (Rashmika Mandana) વચ્ચેના સબંધો વિશે અનેક પ્રકારની અટકળો કરવા લાગ્યા ત્યારે રક્ષિતે ફેસબુક પર એક પોસ્ટ લખી. જેમાં તેણે જણાવ્યું કે, હું તમારામાંથી કોઈને દોષ નથી આપતો, પરંતુ જે પ્રકારે તમે લોકો રશ્મિકાને લઈને વાતો કરી રહ્યાં છો, તે યોગ્ય નથી. હું રશ્મિકાને બે વર્ષ કરતાં વધુ સમયથી ઓળખુ છે અને તમારા કરતા વધારે સમજુ છું. અમારા સબંધ તૂટવાનું કોઈ એક કારણ નથી. આથી તમે જજ કરવાનું છોડી દો.

જો વર્ક ફ્રન્ટની વાત કરી એ તો, રશ્મિકા ટૂંક સમયમાં અમિતાભ બચ્ચનની સાથે “ગુડ બાય”માં જોવા મળશે. આ સિવાય તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે “મિશન મંજૂ”માં પણ જોવા મળશે. જ્યારે અલ્લૂ અર્જુન સાથે તે “પુષ્પા”માં પણ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat