Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > રોજ ઉપયોગમાં લેવાતા સાબુ અને ટૂથપેસ્ટ મહિલાઓ માટે ઘાતક, જાણો કેવી રીતે

રોજ ઉપયોગમાં લેવાતા સાબુ અને ટૂથપેસ્ટ મહિલાઓ માટે ઘાતક, જાણો કેવી રીતે

0
793

સાબુ અને ટૂથપેસ્ટ સહિતના અન્ય ઉત્પાદનો લઈને ચોંકાવનારી શોધ સામે આવી છે. એક રિસર્ચ પ્રમાણે આ ઉત્પાદનમાં મળી આવતા રસાયણ ટ્રાઈક્લોજનના સંપર્કમાં આવવાથી મહિલાઓમાં ઓસ્ટિયોપારોસિસનું જોખમ વધી જાય છે. આ બીમારીમાં હાડકાઓ નબળા પડી જાય છે. ટ્રાઈક્લોજન એક એવું રસાયણ છે, જે હાર્મોનનો સ્ત્રાવ કરનારી ગ્રંથિઓને પ્રભાવિત કરે છે. વિભન્ન ઉત્પાદનોમાં એન્ટી-બેક્ટિરિયાના રૂપમાં પણ તેનો પ્રયોગ કરવામાં આવે છે.

ટ્રાઈક્લોજનમાં હાડકાઓ પર પડનારી અસરને લઈને આ પ્રથમ શોધ છે. આ રિસર્ચ માટે 1,848 મહિલાઓ સાથે સંકળાયેલી માહિતીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જે મહિલાઓમાં ટ્રાઈક્લોજનનો સ્તર વધુ હતો. તેના હાડકાથી જોડાયેલી સમસ્યા જોવા મળી હતી.

પશ્ચિમ દેશોની સરખામણીમાં ઑસ્ટિયોપોરોસિસની સમસ્યા વધુ છે. મોટાભાગના ભારતીય લોકો વિટ્મિન-ડીની ખામીથી પીડાય છે. આ જ કારણ છે કે, તેમના હાડકાઓ નબળા થઈ રહ્યા છે. ઑસ્ટિયોપોરોસિસમાં હાડકાઓ નબળા પડી જાય છે, જેથી ફેક્ચર્સની સંભાવના વધી જાય છે. જો કે બૉડી રાતો-રાત નબળી નથી પડતી. આ પ્રક્રિયા વર્ષો સુધી ચાલતી હોય છે. ઉંમરની સાથે-સાથે શરીરમાં ઘણા ફેરફારો થાય છે. સ્ત્રી-પુરુષ બંનેમાં તે દેખાય છે, પરંતુ સ્ત્રીઓને ઑસ્ટિયોપોરોસિસથી વધુ મુશ્કેલી થાય છે. તેનું કારણ એ છે કે, મોનોપોઝ પછી તેમના હાડકામાં કેલ્શિયમ, વિટામિન ડી અને મિનરલ્સનો ઘટાડો થાય છે અને તેનાથી હાડકાની ડેન્સિટી ઘટી જાય છે.

એન્ટી બેક્ટેરિયલ સાબુનો ઉપયોગ થાય છે, જેથી જંતુનાશક પદાર્થોનો નાશ થાય છે. એક સંશોધન મુજબ, તે વધુ ઉપયોગથી તમારા સ્વાસ્થ્ય અને જાતિય જીવનને અસર કરે છે. એન્ટિબૅક્ટેરિયલ સાબુના ઉપયોગમાં લેવાયેલા ટ્રાયક્લોજન નામના કેમિકલ્સ શરીર માટે નુકસાનકારક છે. તેના સંપર્કથી ત્વચા પર ચામડીઓને વધુ સોજો આવે છે, જેના કારણે શરીરને અનેક સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સરફેક્ટેન્ટ એક પ્રકારનું રસાયણ છે. જે પાણી અને સાબુના મિશ્રણ છે. આ ગંદકી તો દૂર કરે છે, પરંતુ તેનાથી ત્વચા પર વિપરીત અસર થાય છે.

એવા ફોટા જેણે દુનિયાને હચમચાવી, એક ફોટોગ્રાફરે તો જીવન ટૂંકાવ્યું

ભારતીય સ્ત્રીઓમાં ઑસ્ટિયોપોરોસિસના કિસ્સાઓ ખૂબ જોવાયા છે. જોકે આ સમસ્યા કોઈ પણ ઉંમરે થઈ શકે છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં તેની આશા વધુ રહે છે. 35ની ઉંમર પછી બોન ડેન્સિટી 0.3 થી 0.5 ટકા ઓછો થાય છે. સ્ત્રીઓમાં મોનોપોજ પછી બોન ડેન્સિટી માટે મેન્ટેનન્સ કરવા માટે જરૂરી હોર્મોન એસ્ટ્રોજનના સ્તરમાં ઘટાડો થાય છે. ઑસ્ટિયોપોરોસિસના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ કેલ્શિયમ અને વિટામીન-ડીની ઉણપ તેનું મહત્વનું કારણ છે.

10 હજાર રૂપિયામાં બની જશો એક એકર જમીનના માલિક, પંજાબ સરકાર લાવી રહી છે બિલ