Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નારોલ: કરિયાણું લેવા ગયેલા શ્રમજીવી યુવકને મળ્યું મોત, પૈસાની લેવડ-દેવડમાં હત્યા

નારોલ: કરિયાણું લેવા ગયેલા શ્રમજીવી યુવકને મળ્યું મોત, પૈસાની લેવડ-દેવડમાં હત્યા

0
7

નારોલમાં રૂપિયા લેતી દેતીમાં શ્રમજીવી યુવકને બોથર્ડ પદાર્થ મારીને હત્યા કરી હતી. આ બનાવ અંગે નારોલ પોલીસે ખૂનનો ગુનો નોંધી ગણતરીના કલાકમાં પડોશમાં રહેતા આરોપીની ધરપકડ કરી હતી.

આ કેસની વિગત એવી છે કે નારોલ-અસલાલી હાઇવે ઉપર સનરાઇઝ હોટલ પાછળ ઉમંગ ફ્લેટમાં રહેર્તા રશ્મિબહેન રાજકુમાર યાદવ નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ છૂટક મજૂરી કરતા હતા, ગઇકાલે રાત્રે આઠ વાગે પતિ ઘરેથી કરિયાણાનો સમાન લેવા માટે ગયા હતા જો કે મોડીરાત સુધી પરત આવ્યા ન હતા અને રાતે નવ વાગ્યાની આસપાસ નારોલ પોલીસે આવીને ફરિયાદીને તેમના પતિનો ફોટો બતાવ્યો હતો અને કહ્યું કે તમારા પતિને કોઇક અજાણી વ્યકિતએ ઉમંગ ફ્લેટ સામે આવેલી ખુલ્લી જગ્યામાં લઇ જઇને બોથર્ડ પદાર્થથી જીવલેણ હુમલો કર્યો હતો.

આ પ્રમાણેના સમાચાર મળતા ફરિયાદી સગા સબંધી સાથે સિવિલ હોસ્પિટલમાં પહોચી ગયા હતા ત્યાં જઇને જોયું તો તેમના પતિ બેભાન હાલતમાં હતા અને તેમને માથામાં અને ભ્રમર ઉપર તથા કપાળના ભાગે ઇજાઓ થઇ હતી, સારવાર દરમિયાન મોડી રાતે મોત થયું હતું. આ બનાવ અંગે નારોલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી જેમાં ચોક્કસ બાતમી આધારે નારોલમાં ઉમંગ ફ્લેટમાં રહેતા શશીકાંત ઉર્ફે સતીષ જયંતિલાલ રાઠોડની અટકાયત કરી હતી. આરોપીની પૂછપરછ કરતાં તેણે રૂપિયાની લેવડ દેવડ બાબતે બોથર્ડ પદાર્થ મારીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં આરાપી સામે મારમારીનો ગુનો નોધાયેલો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat