Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: નારોલ- ચંડોળામાં ગેરકાયદેસર રહેતા લોકોમાં NRCને લઇ ભારે ફફડાટ

અમદાવાદ: નારોલ- ચંડોળામાં ગેરકાયદેસર રહેતા લોકોમાં NRCને લઇ ભારે ફફડાટ

0
2074

શાહબાઝ શેખ, અમદાવાદઃ દેશમાં ગેકાયદેસર રહેતા લોકો માટે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં CAB બિલની મંજૂરી આપવામાં હતી. જે બાદ બિલના વિરોધમાં દેશના અનેક રાજ્યોમાં ભારે વિરોધ અને હોબાળો જોવા મળી રહ્યો છે. ગુજરાત એક્સક્લૂઝિવે નારોલ, ચંડોળા વિસ્તારમાં એક ખાસ મુલાકાત લઇ લોકોની સાથે વાતચીત કરી હતી. જેમાં ઘણા લોકો એવા છે કે જે છેલ્લા 50 વર્ષથી અમદાવાદના ચંડોળા તળાવ ખાતે રહે છે અને તે લોકો પાસે કોઈ પણ પ્રકારના પુરાવા ન હોવાથી લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ બનાવની જાણ પોલીસ સૂત્રો પાસેથી લેતા તેઓએ જ્ણાવ્યુ હતું કે, શાહેઆલમ, ચંડોળા, નારોલ, બોમ્બે હોટલ જેવા ઘણા વિસ્તારોમાં લોકો ગેરકાયદેસર રહેતા હોય છે. તેઓ પાસેથી પુરાવા માંગતા તે લોકો પાસે કોઈ પણ પ્રકારના પુરાવા હાજર નથી જેથી તે તમામ લોકોને અહીંયા રહેવા માટેના પુરાવા તાત્કાલિક ધોરણે કરાવી લેવા જોઈએ જેથી આગળ ભવિષ્યમાં કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં.

છેલ્લા 50 વર્ષથી રહેતા ચંડોળા તળાવ અને બોમ્બે હોટલમાં 90% લોકો પાસે પોતાના પુરાવા જોવા મળ્યા નથી. જેથી તે તમામ લોકોમાં NRC બિલને લઇ ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. એક મહિલા એ આ બિલ મુદ્દે જણાવ્યું હતું કે બીજા દેશમાં કોઈ પણ માણસ શાંતિ પૂર્વક રહી પોતાનું ગુજરાન ચલાવી શકે છે તો ભારત દેશમાં કેમ નહીં. નાગરિકતા મેળવવા માટે અમે લોકોએ કોર્ટમાં ઘણા ધક્કા પણ ખાધા હતા પરંતુ ત્યાંથી બરાબર જવાબ નહીં આપતાં અમે અમારા કોઈ પુરાવા બનાયા નહીં.

મહિલા અત્યાચારના કેસોમાં વધુ ઝડપ લાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના જરૂરી: વૈંકેયા નાયડુ