Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > VIDEO: ગોધરાકાંડમાં નરોડા પાટિયા કાંડનાં તહોમતદાર અને નિર્દોષ છૂટેલા પર હુમલો

VIDEO: ગોધરાકાંડમાં નરોડા પાટિયા કાંડનાં તહોમતદાર અને નિર્દોષ છૂટેલા પર હુમલો

0
656
  • કેસમાં નિર્દોષ છૂટેલાં ઉમેશ ભરવાડ પર બે શખ્સોનો ધારદાર હુમલો
  • સમગ્ર ઘટના CCTV માં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી

  • ઉમેશ ભરવાડ ખોટી આઈડીથી રહેતા બાંગ્લાદેશીઓની જાણ પોલિસને કરતો

 

અમદાવાદઃ ગુજરાતમાં 2002માં ગોધરા હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોમાં અમદાવાદનો નરોડા પાટીયા કાંડ ખૂબ જ ચર્ચિત રહ્યો હતો. ત્યારે આ કેસમાં નિર્દોષ છૂટેલાં 52 વર્ષનાં ઉમેશ સુરાભાઈ ભરવાડ પર બે શખ્સોએ હુમલો કર્યો છે. જેને લીધે તેઓને ગંભીર ઇજા પહોંચી છે. જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.

ઉમેશ ભરવાડ પર શહેરનાં કૃષ્ણનગર વિસ્તારમાં એક્ટિવા પર આવેલાં બે શખ્સોએ છરા અને લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. મહાસુખનગરમાં પોતાનાં ઘરે મોડી રાત્રે આવીને કૃષ્ણનગર નોબેલ સ્કૂલ પાસે પોતાની બુલેટ પાર્ક કરીને જ્યારે ઉમેશ ભરવાડ ઉભા હતાં તે જ સમયે અચાનક એક એક્ટિવા પર આવેલા બે શખ્સોએ તેમની પર ધારદાર છરા અને લોખંડની સ્ટીકથી હુમલો કરીને પંદરેક ઘા મારીને ફરાર થઇ ગયાં. જે સમગ્ર ઘટના CCTV માં પણ કેદ થઇ હતી.

આ પણ વાંચોઃ ગુજરાત ATS ને મોટી સફળતા, 50 વિદેશી હથિયારો સહિત 13 આરોપીઓ ઝડપાયાં

 

ઉમેશ ભરવાડ ખોટી આઈડીથી રહેતા બાંગ્લાદેશીઓની જાણ પોલિસને કરતા

જો કે આ ઘટનાની જાણ થતાં જ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. પોલીસે CCTVનાં આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વહેલી સવારે કૃષ્ણનગર પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસે આ મામલે ગુનો નોંધીને CCTV ને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

જો કે તમને જણાવી દઇએ કે ઉમેશ ભરવાડ કેટલાંય બાંગ્લાદેશી શરણાર્થીઓને તે અંગે ખુલ્લા પાડીને ખોટી આઈડીથી રહેતા બાંગ્લાદેશીઓની જાણ તેમજ તે અંગેની રજુઆતો પણ સ્થાનિક પોલિસને કરતો હતો. જ્યારે હુમલાખોર બે આરોપીઓ આ ઘટનાને અંજામ આપે તે પહેલા રિક્ષા અને બાઈક પર રેકી કરીને ઘટના ઘટી ત્યાં સુધી તેને નજરે નિહાળીને જગ્યા છોડી હતી.

આ પણ વાંચોઃ સ્કૂલોની ફી ઉઘરાવવા મામલે રાજ્યભરમાં ઉગ્ર દેખાવો, અમદાવાદમાં 20થી વધુ લોકોની અટકાયત

શું હતો નરોડા પાટીયા કાંડ?

અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002માં ગોધરા હત્યાકાંડ થયો હતો જ્યાર બાદ ચારે બાજુ કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. જ્યાર બાદ અમદાવાદનાં નરોડા પાટીયા વિસ્તારમાં 97 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના 28 ફેબ્રુઆરી, 2002નાં રોજ થઇ હતી. આ હુમલામાં 33 લોકો ઘાયલ થયા હતાં.

27 ફેબ્રુઆરી, 2002નાં રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન હત્યાકાંડનાં એક દિવસ બાદ આ ઘટના ઘટી હતી. વિશ્વ હિન્દુ પરિષદે 28 ફેબ્રુઆરી, 2008નાં રોજ બંધનું આહ્વાન કર્યું હતું. જે દરમિયાન નરોડા પાટિયા વિસ્તારમાં આક્રોશથી ભરેલી ભીડે અલ્પસંખ્યક સમુદાયનાં લોકો પર હુમલો કર્યો હતો. આ કેસ ઓગસ્ટ 2009માં શરૂ થયો હતો અને 62 આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

જો કે સુપ્રિમ કોર્ટે નરોડા પાટિયા કાંડનાં કેસમાં દોષિત ચાર લોકોને જામીન પર છોડવાનો આદેશ કર્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે મંજૂર કરેલા જામીન અંતર્ગત ચાર લોકોમાંથી ઉમેશ ભરવાડ, પ્રકાશ રાઠોડ, હર્ષદ અને રાજકુમાર હતાં. જેમાં ઉમેશ ભરવાડ પણ શામેલ હતાં.

આ પણ વાંચોઃ હત્યાને આત્મહત્યામાં ખપાવવા પતિએ પત્નીનો મૃતદેહ લટકાવ્યો, પોલીસે કર્યો પર્દાફાશ