Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નરોડામાં નજીવી તકરારમાં બે શખ્સોએ હથિયારનો ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો

નરોડામાં નજીવી તકરારમાં બે શખ્સોએ હથિયારનો ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો

0
37

અમદાવાદ: નરોડા કૃષ્ણનગર ચાર રસ્તા પાસે આવેલ સંજયનગરના છાપરા પાસે બે શખ્સોએ શનિવારે રાત્રીના સમયે એક યુવક સાથે નજીવી બાબતે તકરાર કરી તીક્ષણ હથિયાર વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાની જાણ નરોડા પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. આ અંગે નરોડા પોલીસે બંને શખ્સોના વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરી બંન્નેની ધરપકડ કરી હતી.

નરોડાના સૈજપુર બોધા પાસેના સિકોતર ચોકમાં રહેતા રાજુભાઈનો નાનો ભાઈ નવાબ ઉર્ફે કાલુ ભૈયા ઠાકુર તેમની માતા સાથે સૈજપુર ખાતે જ રહે છે. શનિવારે રાત્રીના સમયે રાજુભાઈ ઘરે સુતા હતા ત્યારે તેમને ફોન આવ્યો હતોપ કે, નવાબ ઉર્ફે કાલુ ભૈયાનું કૃષ્ણનગર ચાર રસ્તા પાસે આવેલા જયનગરના છાપરા પાસે ખુન થયેલુ છે. જેથી રાજુભાઈ તરત ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં જઈને જોયુ તો કાલુ ભૈયાને તીક્ષણ હથિયાર વડે ઘા મારી હત્યા કરી દેવામાં આવેલી હતી.

ત્યારે આસપાસના લોકો દ્વારા જાણવા મળ્યુ હતુ કે, સંજયનગરના છાપરામાં રહેતા સન્ની પટણી અને કમલેશ ચુનારા બંન્નેએ ભેગા મળીને નજીવી તકરારમાં ઝઘડો કરી કાલુભૈયા ઉર્ફે નવાબ સાથે મારઝુડ કરીને તીક્ષણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાની જાણ નરોડા પોલીસને થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાદમાં પોલીસે સન્ની પટણી અને કમલેશ ચુનારાના વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને બંન્ને આરોપીઓને ઝડપી લીધા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat