ડો. વિશાલ પટેલ ‘આપ’ના સૌથી નાની વયના ઉમેદવાર છે Naroda AAP Candidate Vishal Patel
અમદાવાદ: અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા માટે 21મી ફેબ્રુઆરી મતદાન થશે. ઉમેદવારો મતદારોને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી (આપ)ના નરોડા વિસ્તારના ઉમેદવાર ડો. વિશાલ પેટેલે પોતાનો પગાર વંચિતો પર ખર્ચ કરવાની જાહેરાત કરી છે. મહત્પૂર્ણ છે કે ડો. વિશાલ પટેલ ‘આપ’ના સૌથી નાની વયના ઉમેદવાર છે. તેમની ઉંમર 23 વર્ષ છે. Naroda AAP Candidate Vishal Patel
આ વખતની ચૂંટણી રસપ્રદ થવા જઇ રહી છે. રાજ્યમાં પ્રથમ વખત આપ અને એઆઈએમઆઈએમ પણ ચૂંટણી મેદાને છે. ભાજપ-કોંગ્રેસ સિવાય આપ અને એઆઈએમઆઈએમ ચૂંટણીમાં જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આપના નરોડા વિસ્તારથી સૌથી નાની વયના ઉમેદવાર ડો. વિશાલ પેટેલ ચૂંટણીમાં જીત મળશે તો લોકોના કામ કરશે અને પોતાનો પાંચ વર્ષ દરમિયાનનો પગાર વિસ્તારના વિકાસ કામોમાં વાપરશે તેવી જાહેરાત કરી છે. Naroda AAP Candidate Vishal Patel
નરોડા વોર્ડ નંબર 12ના ઉમેદવાર ડો. વિશાલ પેટેલે તેમની એફિડેવિટમાં જણાવ્યું છે કે હું આમ આદમી પાર્ટીમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડી રહ્યો છું. મને મારા મત વિસ્તાર નરોડા વોર્ડ નં. 12ના મતદારો ચુંટાઇને મોકલશે, તો ચુંટાઇ ગયા બાદ અમે જનતાની સેવામાં કાર્યશીલ રહીશું. અમારા મત વિસ્તારના તમામ લોકોના પ્રશ્નો રજૂઆતો સાંભળીશું અને તેનો યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપીએ છીએ, તેમજ ચુંટાઈ ગયા બાદ AMCના કોર્પોરેટરને મળતા વેતન અમારા વિસ્તારના જરૂરિયાતમંદ લોકો, વંચિતો, પછાતો, ગરીબ લોકોના બાળકોના શિક્ષણ માટે વાપરીશું.
નરોડાના ‘આપ’ના ઉમેદવારની જાહેરાત, ‘ચૂંટાઇને આવીશ તો પોતાનો પગાર વંચિતો પર ખર્ચ કરીશ’ pic.twitter.com/y1AGQqUtns
— GujaratExclusive (@GujGujaratEx) February 19, 2021
ફિઝિયોથેરાપિસ્ટ છે વિશાલ પટેલ
નરોડા વોર્ડ નંબર 12માંથી આપ તરફથી ચૂંટણીમાં ઝંપલાવનાર ડો. વિશાલ પટેલ ફિઝિયોથેરાપિસ્ટ છે. તેઓ નરોડામાં તેમનું નાનું ક્લિનિક ચલાવે છે. અને આગળ આવીને લોકોના કામ કરે છે.
આ પણ વાંચો: રાજપીપળા પાલિકા ચૂંટણી: ભાજપ અને જનહિત રક્ષક પેનલના એક બીજા પર ગંભીર આક્ષેપ
ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત 6 મહાનગર પાલિકાની ચૂંટણી 21મી ફેબ્રુઆરીના રોજ યોજાવવાની છે, જ્યારે 23મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થશે. આ વખતે ભાજપ-કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ પણ ચૂંટણી મેદાનમાં છે. નવી આવેલી બંને પાર્ટી ભાજપ-કોંગ્રેસનું ગણિત બગાડી શકે છે. તેથી જ આ વખતની ચૂંટણી પહેલાની ચૂંટણી કરતા વધુ રસપ્રદ બની છે. તમામ લોકોની નજર આપ અને એઆઈએમઆઈએમના પ્રદર્શન પર રહેશે અને તેનાથી બંને પાર્ટીનું ભવિષ્ય નક્કી થઇ શકશે.