વિશાલ મિસ્ત્રી રાજપીપલા: રાજપીપળામા 2015 નાં વર્ષમાં એક જાગૃત નાગરિકે પોતાના મકાનમાં રીપેરીંગ કામ અર્થે પોતાની શિક્ષિકા પત્નીના જી.પી.એફ એકાઉન્ટ માંથી રૂ 4 લાખની માંગણી કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં ફરજ બજાવતા સુરેશ મનહરભાઇ ભટ્રને ફોર્મ ભરી આપ્યું હતું. સુરેશભાઈએ જી.પી.એફ ના નાણાં મંજૂર કરાવવા માટે રૂ 5000ની લાંચની માંગણી કરી હતી. જોકે સુરેશભાઇ એ.સી.બી ના છટકામાં લાંચ લેતા ઝડપાઈ જતાં કોર્ટે એમને 3 વર્ષની સજા અને 10 હજારનો દંડ કર્યો છે.
Advertisement
Advertisement
ઘટનાની વિગત મુજબ ડેડીયાપાડાના એક જાગૃત નાગરિકે પોતાના મકાનમાં રીપેરીંગ કામ અર્થે પોતાના તથા પોતાની પત્ની (શિક્ષિકા) ના જી.પી.એફ એકાઉન્ટમાંથી રૂ 4 લાખની માંગણી કરવા બાબતેનુ ફોર્મ ભરી જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીની કચેરીમાં ફરજ બજાવતા સુરેશ ભટ્ટને આપ્યું હતું. ત્યારબાદ સુરેશભાઈએ જી.પી.એફ ના નાણાં મંજૂર કરાવવા માટે સતિષભાઇ પાસે રૂ 5000 ની માંગણી કરી હતી.
તે દિવસે જાગૃત નાગરિકે એમને ના છુટકે રૂ 2000 આપ્યા હતા, જ્યારે બાકીના રૂપિયા ચેક મળ્યા પછી આપવા કહ્યું હતું.બીજી બાજુ આ બાબતે જાગૃત નાગરિકે નર્મદા એ.સી.બી માં ફરિયાદ કરી હતી.બાદ 11/12/2015 ના રોજ જાગૃત નાગરિકે પોતાના જી.પી.એફ ના ચેક માટે સુરેશભાઈને મોબાઇલ ફોનથી વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તમારો જી.પી. એફનો ચેક તૈયાર છે બાકીના રૂ 3000 તમારે મને આપવા પડશે.
આ વાતચીતનુ જાગૃત નાગરિકે પોતાના મોબાઇલ ફોનમાં રેકોર્ડિંગ કર્યા બાદ તા 12/11/2015 ના રોજ રાજપીપલાની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતે નર્મદા એ.સી.બી એ લાંચના છટકાનુ આયોજન કરતા સુરેશ ભટ્ટ રૂ 3000 ટેબલના ડ્રોઅરમાં મુકી દઇ લાંચ સ્વીકારી પકડાઇ ગયો હતો.સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલની ધારદાર રજૂઆતને અંતે કોર્ટે સુરેશભાઈ ભટ્ટને 3 વર્ષની સજા અને રૂ 10,000 નો દંડનો હુકમ કરતા જિલ્લાના લાંચ લેનારામાં ફફડાટ ફેલાયો છે.
Advertisement