વિશાલ મિસ્ત્રી રાજપીપલા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુરી થયાને ટૂંક સમય થયો છે ત્યારે નર્મદા પોલીસને બાતમી મળી હતી કે સાગબારા ચેક પોસ્ટથી એક ટેમ્પામાં લસણની ગુણોમાં અફીણના દોડા ભરેલા કોથળા સંતાડી બે ઈસમો મહારાષ્ટ્ર થઇ નર્મદા જિલ્લામાં આવે છે.જેથી રાજ્યની મુખ્ય અને આંતરિક તમામ ચેકપોસ્ટ પર કડક ચેકીંગ કરી નર્મદા LCB અને SOG ની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગુજરાત રાજ્યમાં મોકલાતો નશીલા પદાર્થનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement
નર્મદા એસ.ઓ.જી તથા નર્મદા એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી.ખાંભલાને બાતમી આધારે માહીતી મળેલી કે, મહારાષ્ટ્ર તરફથી એક કેસરી કલરનો આઇસર ટેમ્પો લસણની બોરીઓની નીચે ગેરકાયદેસર માદક પદાર્થ અફીણ પોષ ડોડાની બોરીઓ લઇને જાય છે.
ચોક્કસ બાતમીના આધારે સાગબારા જુના આર.ટી.ઓ ચેકપોસ્ટ આગળ નાકાબંધી દરમિયાન બાતમીવાળો આઇસર કેસરી કલરનો ટેમ્પો આવતા તેને રોકી અંદર બેસેલ ડ્રાઇવર તથા ક્લીનરનું નામઠામ પુછપરછ કરતા તેમણે પોતાનું નામ (1) ભંવરલાલ સુડારામ બિશ્નોઇ (2) અણદારામ શૈતાનારામ બિશ્નોઇ જણાવ્યું હતુ.તેમના આઇસર ટેમ્પાની તપાસ કરતાં લસણની બોરીઓની નીચે તપાસ કરતાં મીણીયા થેલાઓમાં માદક પદાર્થ અફીણના પોષ ડોડા 1132 કિલો 316 ગ્રામની કિ.રૂ. 33,96,948 મળી આવતા બંન્ને આરોપીઓને માદક પદાર્થની હેરાફેરી કરવા અટક કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
નર્મદા પોલીસે પોસના દોડા, 400000નો આઇસર ટેમ્પો, લસણની પ્લાસ્ટીકની જાળીવાળી બોરીઓ નંગ-60 કિ.રૂ. 30,000/, તાડપત્રી નંગ-૨ કિ.રૂ.1000/-,દોરડા, મોબાઇલ, રોકડા સહિત કુલ 38,32,108 રૂપિયાનો મુદ્દામાલ સાથે આરોપીઓની અટક કરી છે. સાથે સાથે આ ગુનામાં સોમરાજ મોહનલાલ બિશ્નોઇ (રહે દિયાસાગર ખારા તા.ફલોડી જી.જોધપુર (રાજસ્થાન) તથા ભંવરલાર ધીમારામ બિશ્નોઇને (રહે. દિયાસાગર ખારા તા.કુલોડી જી.જોધપુર (રાજસ્થાન) વોન્ટેડ જાહેર કર્યા છે.
Advertisement