Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ખાખીની ખરી સેવા: નર્મદા પોલીસે ગામે ગામ ફરી સ્મશાન માટે લાકડા એકત્ર કર્યા

ખાખીની ખરી સેવા: નર્મદા પોલીસે ગામે ગામ ફરી સ્મશાન માટે લાકડા એકત્ર કર્યા

0
68

વ્યસ્તતા વચ્ચે સેવાકીય કાર્ય કરી પોલીસે પ્રજાનો સાચો મિત્ર હોવાનું સાબિત કર્યુ

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ગુજરાતમાં નર્મદા જિલ્લાની પોલીસે (Narmada police) વ્યસ્તતા વચ્ચે પણ ગામે ગામ ફરી સ્મશાન માટે 10 ટ્રક લાકડા એકત્ર કર્યા. તેની સાથે જે પોલીસે પ્રજાનો સાચો મિત્ર હોવાનું સાબિત કર્યું.

નર્મદા જિલ્લામાં કોરોના કેહેર અને મૃત્યુ આંક ભૂતકાળમાં ચીંતાનો વિષય બન્યો હતો. જો કે હાલમાં કોરોના કેસ અને મૃત્યુ આંકમાં ખાસ્સો એવો ઘટાડો જોવા મળ્યો છે. એક સમયે તો રાજપીપળાના સ્મશાન ગૃહમાં (નિજ મુક્તિધામ) એક સાથે 8-9 કોરોના દર્દીઓના મૃતદેહોના અગ્નિ સંસ્કાર પણ થયા હતા.

રોજે રોજ મોટી સંખ્યામાં મૃતદેહોના અગ્નિ સંસ્કાર થતા નિજમુક્તિ ધામમાં લાકડા પણ ખૂટી પડ્યા હતા. જો કે રાજપીપળાના વિવિધ વેપારીઓ અને વન વિભાગે મળી 1500 મણ લાકડા નિજમુક્તિ ધામને આપતા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે હવે નર્મદા પોલીસ પણ મદદ માટે આગળ આવી છે અને 10 ટ્રક લાકડા નિજમુક્તિ ધામને આપ્યા છે.

પોલીસ વડા હિમકર સિંહના આદેશનું પાલન કર્યું

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષથી કોરોના દર્દીઓના અગ્નિ સંસ્કારની જવાબદારી રાજપીપળા વૈષ્ણવ વણીક સમાજના યુવાનો નિભાવી રહ્યા છે. હાલમાં પણ ફરીથી રાજપીપળા નિજ મુક્તિધામમાં મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે લકડાની અછત સર્જાઈ હોવાની બાબત નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકર સિંહને જાણવા મળી હતી. પોલીસ વડાના આદેશથી પોલીસ ટીમે ગામે ગામ ફરી 10 ટ્રક લાકડા એકત્રિત કરી પોલીસે ખરા સમયે મદદ કરી હતી. Narmada police

આ પણ વાંચોઃ ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નોંધાયા 7 હજારથી વધુ કેસ, 81 લોકોનાં મોત

કોરોના મહામારી વચ્ચે PSI કે.કે.પાઠક સહિત GRD જવાનો જિલ્લાના ગામે ગામ ફરી 10 ટ્રક જેટલા લાકડા એકત્રિત કરી રાજપીપળા નિજ મુક્તિધામને આપ્યા હતા.અગાઉ રાજપીપળા વન વિભાગે અને હાલ નર્મદા પોલીસે અગ્નિ સંસ્કાર માટેના જલાઉ લાકડા આપી ખરા સમયે ખાખીની ખરી સમાજ સેવના દર્શન કરાવ્યા હતા.

Narmda police1

Narmda police1

કોરોના મહામારીમાં એક તરફ પોલીસ લોકોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા બંદોબસ્તમાં વ્યસ્ત છે તો બીજી બાજુ વ્યસ્તતા વચ્ચે પણ સેવાકીય કાર્ય કરી પોલીસ પ્રજાનો સાચો મિત્ર હોવાનું સાબિત કરી બતાવ્યું છે.

લોકોએ મદદ માટે આગળ આવવું જોઇએ

આ બાબતે નર્મદા જિલ્લા પોલીસ (Narmada police) વડા ડો.હિમકર સિંહે કહ્યું કે કોરોના મહામારીમાં આજે દેશ વિકટ સ્થિતિ માંથી પસાર થઈ રહ્યો છે ત્યારે જેમ બને એમ લોકોએ શક્ય એટલી મદદ માટે આગળ આવવું જોઈએ.કોરોના મહામારીમાં રાજપીપળાની વિવિધ સમાજ સેવી સંસ્થાઓ લોકોને મદદરૂપ થઈ રહી છે. નર્મદા પોલીસ પણ આ સેવાયજ્ઞમાં મદદ થવા હમેશા તત્પર છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat