Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા જિલ્લામાં મનરેગા યોજનામાં મસ મોટા ભ્રષ્ટાચારની ગંધ: તંત્રની આંખ ક્યારે ખુલશે?

નર્મદા જિલ્લામાં મનરેગા યોજનામાં મસ મોટા ભ્રષ્ટાચારની ગંધ: તંત્રની આંખ ક્યારે ખુલશે?

0
312
  • મનરેગા યોજના હેઠળ બોગસ મજૂરો ઉભા કરી સરકારી નાણાની ઉચાપાત થતી હોવાની બૂમ Narmada NREGA Corruption

  • નર્મદા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ કરાયેલા રોડના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું સરકારી તપાસમાં બહાર આવ્યું

  • મનરેગા યોજના હેઠળ થતા તમામ કામોમાં નિષ્પક્ષ તપાસ થાય તો ચોક્કસ અધિકારીઓ અને એજન્સીની સાંઠ ગાંઠ બહાર આવે

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: વિકાસની સાથે જરૂરિયાત મંદોને રોજગારી મળી રહે એ હેતુથી કોંગ્રેસ સરકારે મનરેગા યોજનાની શરૂઆત કરી હતી. પણ ધીમે ધીમે મનરેગા યોજનાની પરિભાષાને ભ્રષ્ટચારીઓએ બદલી જ નાખી છે. વાત કરીએ નર્મદા જિલ્લાની તો હાલમાં મનરેગા યોજના હેઠળ વિકાસ ઓછો અને ભ્રષ્ટાચાર વધુ થઈ રહ્યો છે, એની સામે તંત્ર તો જાણે આંખે પાટા બાંધી બેસી રહ્યું છે એમ લાગી રહ્યુ છે. Narmada NREGA Corruption

મનરેગા યોજનાની જો વિગતવાર વાત કરીએ તો પરિવાર દીઠ એક વ્યક્તિને રોજગારી આપવાની જોગવાઈ છે, અને મનરેગા યોજના હેઠળ એક મજુરે 8 કલાક કામ કરવાનું રહેતું હોય છે. એની જગ્યાએ 1 મજૂર માંડ એક-બે કલાક કામ કરી 8 કલાકની હાજરીના પૈસા લઈ એમાંથી અમુક ટકા મનરેગા એજન્સીના અધિકારીઓને આપતા હોવાની ચર્ચાઓ જોર સોરથી ચાલી રહી છે. Narmada NREGA Corruption

મનરેગા યોજના અંતર્ગત કામ કરતી જે તે એજન્સીએ કામ અને મસ્ટરની નિભાવણી યોગ્ય રીતે થાય છે કે નહીં એની દેખરેખ રાખવા ગ્રામ રોજગાર સેવકની (GRS) અને દર 40 મજૂરો દીઠ એક મેટની નિમણૂક કરવાની હોય છે. એની જગ્યાએ 200 મજૂરો દીઠ એક મેટની નિમણૂક કરાતી હોવાની તથા મેટની નિમણૂક પામેલો વ્યક્તિ મસ્ટર અને મજૂરોની હાજરી પત્રક યોગ્ય રીતે નિભાવતો હોવાની બુમો ઉઠી છે. અમુક કિસ્સામાં જો મજૂર હાજર ન હોય તો પણ મસ્ટરમાં એની હાજરી બોલતી હોય છે આવી રીતે બોગસ મજૂરો ઉભા કરી સરકારી નાણાની ઉંચાપાત કરાઈ રહી હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠી છે. Narmada NREGA Corruption

જે તે એજન્સીના અધિકારીઓ મનરેગા યોજના હેઠળ થતી કામગીરી જોવાની બિલકુલ પણ તસ્દી લેતા નથી તો સાથે સાથે ટેકનિકલી કોઈ પણ માહિતી જે તે ગ્રામ પંચાયતોમાં ન અપાતી હોવાની બુમો ઉઠી છે. નર્મદા જિલ્લાના જે તે તાલુકાના TDO દ્વારા આ આવી તમામ ફરિયાદોને લઈને એજન્સીઓને નોટિસ અપાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. મનરેગા યોજના હેઠળ કામ કરતી એજન્સીના અધિકારીઓ બીજાના નામે પોતે જ મનરેગાનું કામ કરી ડબલ ફાયદો ઉઠાવતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે. આટલી આટલી ફરિયાદો છતાં તંત્ર દ્વારા અમુક ચોક્કસ એજન્સીનો દર વર્ષે કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં આવી રહ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: રાજપીપળા પાલિકા ચૂંટણીના પડઘમ વાગ્યા: ભાજપ અને જનહિત રક્ષક પેનલ વચ્ચે મુખ્ય જંગ જામશે

નર્મદા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ કરાયેલા રોડના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ઉઠી હતી.અનેક ફરિયાદો બાદ નર્મદા જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓની ટીમોએ ટેક્નિકલી રીતે તપાસ કરતા એસ્ટીમેન્ટ મુજબ રોડનું કામ કાજ થયું ન હોવાનું બહાર આવ્યું હતું.અત્રે એ ઉલ્લેખનીય છે કે જ્યારે આ કામ માટેના સરકારી પૈસા પણ ચૂકવાઈ ગયા છે, ત્યારે એક વાત ચોક્કસ છે કે અધિકારી અને જે તે કોન્ટ્રાકટ અથવા એજન્સીની આ ભ્રષ્ટાચારમાં સાંઠ ગાંઠ હોવી જ જોઈએ. Narmada NREGA Corruption

બીજો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે મનરેગા યોજનામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો DRDA માં એહવાલ સુપ્રત થઈ ગયો છે તો શું ભ્રષ્ટાચાર કરનારા સામે કાયદેસરના પગલાં લેવાશે કે પછી આંખ આડા કાન કરાશે.નર્મદા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ફરિયાદ ઉઠી એટલે તંત્રએ તસ્દી લઈ તપાસ કરી, જો મનરેગા યોજના હેઠળ થતા તમામ કામોમાં નિષ્પક્ષ તપાસ થાય તો ચોક્કસ અધિકારીઓ અને એજન્સીની સાંઠ ગાંઠ બહાર આવે એમ છે. Narmada NREGA Corruption

એ નોંધવુ રહ્યું કે નર્મદા જિલ્લામાં મનરેગા યોજના ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે.જો નર્મદા જિલ્લા વહીવટી તંત્ર આ મુદ્દે વહેલી અને નિષ્પક્ષ તપાસ નહિ કરે તો મનરેગા યોજના હેઠળ વિકાસ ફક્ત કાગળ પર જ દેખાશે, અને એનું નુકશાન સીધું સરકારે જ ભોગવવું પડશે. Narmada NREGA Corruption

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9