Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નર્મદા પાણી મુદ્દે ગુજરાત-મધ્ય પ્રદેશ સામસામે, કોંગ્રેસ ગંદી રાજનીતિ કરતી હોવાનો CM રૂપાણીનો આક્ષેપ

નર્મદા પાણી મુદ્દે ગુજરાત-મધ્ય પ્રદેશ સામસામે, કોંગ્રેસ ગંદી રાજનીતિ કરતી હોવાનો CM રૂપાણીનો આક્ષેપ

0
404

ગુજરાતના મુખ્યમંત્રી (Chief Minister Of Gujarat) વિજય રૂપાણીએ (Vijay Rupani) શનિવારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ (Kamalnath) અને ત્યાંના નર્મદા વિકાસ વિભાગના મંત્રી સુરેન્દ્ર સિંહ બધેલને નર્મદા પાણીના સપ્લાય સબંધે “ગંદી રાજનીતિ”ના કરવાની ચિમકી ઉચ્ચારી છે.

મધ્ય પ્રદેશ (Madhya Pradesh) તરફથી ગુજરાતને મળતો નર્મદા પાણીનો પૂરવઠો રોકવાની ધમકી બાદ શનિવારે રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું કે, પાણીની સમસ્યાના આ સમયમાં કોંગ્રેસે (Congress) પાણીના નામે કોઈ ગંદી રાજનીતિ ના કરવી જોઈએ. તે એકદમ દુર્ભાગ્યપૂર્ણ, શરમજનક અને રાજનીતિથી પ્રેરિત છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસની પૂર્વ સરકારોએ પહેલા પણ નર્મદા પરિયોજનાઓને રોકવા માટે ભરપુર પ્રયાસ કર્યો હતો. હવે આજ બાબતને લઈને મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર ગંદુ રાજકારણ રમવાનો પ્રયત્ન કરી રહી છે. લોકસભા ચૂંટણીમાં (Loksabha Election) કારમા પરાજય બાદ કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે.

40 વર્ષોથી કોઈ વિવાદ નહતો
રૂપાણીએ જણાવ્યું કે, છેલ્લા 40 વર્ષોમાં નર્મદા પાણીના વિતરણને લઈને ક્યારેય વિવાદ નથી થયો, પરંતુ હવે કોંગ્રેસ શાસિત મધ્ય પ્રદેશની નવી સરકાર આવું કરવાનો પ્રયત્ન કરી રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર ગઠન કરવામાં આવેલ નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવેલ પરિયોજના સાથે સંકળાયેલા 4 રાજ્યો ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે પાણીના ભાગમાં વર્ષ 2024 સુધી કોઈ પરિવર્તન સંભવ નથી. કોઈ પ્રકારનો મુદ્દો સંભવે ત્યારે વાતચીક કરવાની જોગવાઈ છે. એવામાં મધ્ય પ્રદેશ સરકારે અમને ધમકી આપવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. પાણીના મુદ્દે રાજકારણ કરતી કોંગ્રેસને સમગ્ર દેશના હિતને બાજુએ મુકવાનું શોભતું નથી

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત સરકારે આજ સુધી એવું કશું જ નથી કર્યું, જે મધ્ય પ્રદેશની જનતાના હિતોની વિરૂદ્ધ હોય. મધ્ય પ્રદેશને તેમના ભાગનું 57 ટકા વીજળી પણ મળી રહી છે. પુનર્વાસનું કામ પણ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે થઈ રહ્યું છે. મધ્ય પ્રદેશ સરકાર જાણી જોઈને વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન ના કરવો જોઈએ, તેમના અધિકારીઓ તાજેતરમાં આયોજિત પુનર્વાસ સબંધી એક બેઠકમાં ગેરહાજર રહ્યાં હતા.

અમે કોઈ પાસે ભીખ નથી માંગી રહ્યાં
રૂપાણીએ જણાવ્યું કે, કોંગ્રેસના ગુજરાત યુનિટે પણ આ મામલે પોતાનો પક્ષ રાખવો જોઈએ. અમે કોઈ પાસે ભીખ નથી માંગી રહ્યાં, પરંતુ પાણી પર અમારો કાયદેસરનો હિસ્સો માંગી રહ્યા છે. મધ્ય પ્રદેશની સરકારને પાણીની તંગીના આ કપરા સમયે આ બાબતનું શાંતિથી નિરાકરણ લાવવું જોઈએ. તેના વર્તનથી ગુજરાતની પ્રજા દુ:ખી છે.

ગુજરાતની જીવાદોરી નર્મદા
ગુજરાતમાં જળ પૂર્તિની દ્રષ્ટિએ નર્મદાને જીવાદોરી કહેવામાં આવે છે. આ પરિયોજના મારફતે રાજ્યની 3 કરોડ વસ્તી (એટલે કે 160થી વધુ શહેરો અને 10,000)થી વધુ ગામડાઓમાં પાણી પૂરુ પાડવામાં આવે છે. નર્મદા પરિયોજના અંતર્ગત પાણી સાથે જ ઉત્પાદિત થતી વીજળીની પણ વહેંચણી ઉપરોક્ત ચાર રાજ્યો વચ્ચે કરવામાં આવે છે.

શું કહ્યું હતું મધ્ય પ્રદેશના મંત્રીએ
મધ્ય પ્રદેશના નર્મદા વિકાસ વિભાગના મંત્રી સુરેન્દ્ર સિંહ બધેલે જણાવ્યું કે, અગાઉની ભાજપ સરકારે ગુજરાતના દબાણના કારણે મધ્ય પ્રદેશને તેને મળવું જોઈએ, તેના કરતા ઓછો પાણીનો પૂરવઠો પૂરો પાડ્યો હતો. હવે કોંગ્રેસની સરકાર આવ્યા બાદ એવું નહી થવા દેવામાં આવે. રાજ્ય સરકાર મધ્ય પ્રદેશની પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને કોઈ પગલું ભરશે. તેમણે જણાવ્યું કે, ગુજરાત પર મધ્ય પ્રદેશના ભાગની વીજળીની ચૂકવણી કરવાની પણ બાકી છે.