Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સ્ટેચ્યુ ઓફ યુનિટી: કેવડિયાના ઈતિહાસમાં પ્રથમ વખત ટ્રેન આવી, વિકાસના દ્વાર ખુલ્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટી: કેવડિયાના ઈતિહાસમાં પ્રથમ વખત ટ્રેન આવી, વિકાસના દ્વાર ખુલ્યા

0
316
  • ટ્રેન 100 ની સ્પીડ પર ચાલે તો 1.45 કલાક, 130ની સ્પીડે ચાલે તો 1.20.મિનિટ અને 150 ની સ્પીડમાં ચાલે તો માત્ર 65 મિનિટમાં વડોદરાથી કેવડિયા પહોંચે Kevadia Train Start 

  • ચાંદોદ સ્ટેશનથી કેવડીયા સ્ટેશન સુધી 31 કિમિ નું નિરિક્ષણ કમિશનર રેલ્વે સેફટી, પશ્ચિમ સર્કલ દ્વારા કરાયું

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 મી જાન્યુઆરી, 2021ના ​​રોજ કેવડિયાને દેશના વિવિધ પ્રદેશોથી જોડતી 8 ટ્રેનોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રવાના કરશે. આ ટ્રેનો સ્ટેચ્યુ યુનિટીને કનેક્ટિવિટી પ્રદાન કરશે. PM મોદી આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતમાં રેલવે સંબંધિત અન્ય અનેક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન પણ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય રેલવે પ્રધાન ઉપસ્થિત રહેશે. Kevadia Train Start 

PM મોદી ડભોઈ-ચાંદોદ બ્રોડગેજ રેલ્વે લાઈન, ચાંદોદ-કેવડિયા નવી બ્રોડગેજ રેલ્વે લાઈન, નવી વિદ્યુતકૃત પ્રતાપનગર-કેવડિયા વિભાગ અને ડભોઈ જંકશન, ચાંદોદ અને કેવડિયા નવા સ્ટેશન બિલ્ડિંગનું ઉદઘાટન કરશે. આ ઈમારતો સ્થાનિક સુવિધાઓ અને આધુનિક મુસાફરોની સવલતોથી સુંદર રીતે બનાવવામાં આવી છે. કેવડિયા સ્ટેશન એ ગ્રીન બિલ્ડિંગનું સર્ટિફિકેટ મેળવનારું ભારતનું પહેલું રેલ્વે સ્ટેશન છે. Kevadia Train Start 

આ પ્રોજેક્ટ આજુબાજુના આદિજાતિ વિસ્તારોની વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં વધારો કરશે, નર્મદા નદીના કાંઠે મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રાચીન તીર્થસ્થાનો સાથે જોડાણ વધારશે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પર્યટન અને આ ક્ષેત્રનો એકંદર સામાજિક-આર્થિક વિકાસ અને નવા રોજગાર અને વ્યવસાયમાં વધારો કરશે અને અનેક બીજી તકો પૂરી પાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. Kevadia Train Start 

આ પણ વાંચો: નવરંગપુરા H.L.કોલેજ રોડ પર યુવતીને લાફા મારનાર પોલીસ કોન્સ્ટેબલને DCPએ સસ્પેન્ડ કર્યો

નવી બનેલી બ્રોડગેજ લાઈન ચાંદોદ સ્ટેશનથી કેવડીયા સ્ટેશન સુધી 31 કિમી નું નિરિક્ષણ કમિશનર રેલ્વે સેફટી, પશ્ચિમ સર્કલ દ્વારા 15 મી જાન્યુઆરીએ કરાયું હતું,  15મી એ મોડી સાંજે 130 કિ.મીની ઝડપે કેવડિયા ટ્રાયલ રન માટે ટ્રેન આવી પહોંચી હતી. વડોદરાથી કેવડિયા રેલ અંતર 90.કિ.મી.નું થાય છે જો 100 ની સ્પીડ પર ગાડી ચાલે તો 1.45 કલાક અને 130 કિમિની સ્પીડમાં ચાલે તો 1.20.મિનિટ અને 150ની સ્પીડમાં ટ્રેન ચાલે તો માત્ર 65 મિનિટમાં વડોદરાથી રેલવે કેવડિયા પહોંચી જશે. કેન્દ્રીય રેલવેની કમીશન ઓફ રેલવે સેફટીની ટિમે કેવડિયાથી રેલવે ટ્રેકની વિઝીટ હતી.

અગાઉ પ્રતાપ નગર રેલવે ટ્રેકનું રેલવેની સીઆરએસ ટીમે વિઝિટ કરી ઇસ્પેકસન કરી ફાઈનલ રિપોર્ટ કરી દીધો હતો.કેવડિયા રેલ્વે ટ્રેક પર 130 ની સ્પીડે ટ્રેનને સફળતા પૂર્વક દોડાવવામાં આવી હતી, કેવડિયાના ઈતિહાસમાં પ્રથમ વખત ટ્રેન આવતા ટ્રેનને જોવા માટે લોક ટોળા ઉમટી પડ્યા હતા. Kevadia Train Start 

અત્રે એ ઉલ્લેખનીય છે કે ચાંદોદ કેવડિયા રેલવે ટ્રેકનું ઈસ્પેકશન બાકી હતું. છેલ્લા બે દિવસથી રેલવેની કમીશન રેલવે સેફટીની ટિમ દ્વારા ટ્રેકનું ઇસ્પેકસન કરવામાં આવી રહ્યું હતું. રેલવેની સેફટી ટીમના રીપોર્ટ બાદ જ રેલવે ટ્રેક પર રેલવેને દોડાવવામાં આવે છે. સીઆરએસના મુખ્ય ઓફિસર આર.કે.શર્મા, ડિવિનઝનલ રેલવે મેનેજર દેવેન્દ્ર કુમાર તેમજ તેઓની ટીમે સાંજ સુધીમાં ચાંદોદ કેવડિયા રેલવે ટ્રેકની વિઝિટ પૂર્ણ કરી હતી. Kevadia Train Start 

PM મોદી આ 8 ટ્રેનોને રવાના કરશે

ટ્રેન નંબર રૂટ ટ્રેન નામ
09103/04 કેવડિયાથી વારાણસી મહામાન એક્સપ્રેસ (સાપ્તાહિક)
02927/28 દાદરથી કેવડિયા દાદર-કેવડિયા એક્સપ્રેસ (દૈનિક)
09247/48 અમદાવાદથી કેવડિયા જનશતાપદી એક્સપ્રેસ (દૈનિક)
09145/46  કેવડિયાથી હઝરત નિઝામુદ્દીન નિઝામુદ્દીન-કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (દ્વિ- સાપ્તાહિક)
09105/06 કેવડિયાથી રેવા  કેવડિયા-રેવા એક્સપ્રેસ (સાપ્તાહિક)
09119/20 ચેન્નાઈથી કેવડિયા ચેન્નાઈ-કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક)
09107/08 પ્રતાપ નગરથી કેવડિયા મેમુ ટ્રેન (દૈનિક)
09109/10 કેવડિયાથી પ્રતાપ નગર મેમુ ટ્રેન (દૈનિક)

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9