Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા જિલ્લા CDHO-ADHO કોરોના પોઝિટિવ: કોરોના કેસોમાં ઘટાડો પણ લોકોમાં ફફડાટ યથાવત

નર્મદા જિલ્લા CDHO-ADHO કોરોના પોઝિટિવ: કોરોના કેસોમાં ઘટાડો પણ લોકોમાં ફફડાટ યથાવત

0
4

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લામાં કોરોનાની ત્રીજી લેહેર બેકાબુ બની ગઈ છે.ઉત્તરાયણના તહેવાર બાદ નર્મદા જિલ્લામાં કોરોનાના કેસોમાં ખાસ્સો એવો ઉછાળો આવ્યો છે.જો કે રાહતની બાબત એ છે કે આ વખતે નર્મદા જિલ્લામાં કોરોનાનો મૃત્યુ આંક શૂન્ય છે.બીજી બાજુ નર્મદા જિલ્લામાં લોકો કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરે એવી તંત્ર દ્વારા લોકોને અપીલ પણ કરાઈ રહી છે.ધનવંતરી રથ દ્વારા જિલ્લામાં કોરોનાનું ટેસ્ટિંગ સહીત અન્ય કામગીરી પણ કરાઈ રહી છે.

નર્મદા જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં એક વાર 48 અને બીજા જ દિવસે કોરોનાના 84 કેસો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.જ્યારે 20 મી જાન્યુઆરીએ કોરોના કેસમાં ઘટાડો થઈ 14 પર કોરોનાનું સ્કોર કાર્ડ આવ્યું છે.જેથી જિલ્લાના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.20 મી જાન્યુઆરીએ આવેલા નર્મદા જિલ્લાના કોરોના કેસોમાં નર્મદા જિલ્લા સી.ડી.એચ.ઓ ડો.કે.પી.પટેલ અને એ.ડી.એચ.ઓ ડો.વિપુલ ગામીત પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.જિલ્લાના બન્નેવ આરોગ્ય અધિકારીઓ હાલ તો હોમ કોરોન્ટાઈન થઈ સારવાર લઈ રહ્યા છે.

બીજી બાજુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં રેપીડ ટેસ્ટિંગ બંધ કરાયા છે, ધનવંતરી રથ માંથી રેપીડ ટેસ્ટની તમામ કિટો પરત મંગાઈ લેવાઈ છે.ફક્ત આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરવા પર જ ભાર મુકાઈ રહ્યો છે.જો કે આ બાબતે કોઈ ચોક્કસ માહિતી મળી નથી, આવી ફક્ત ચર્ચાઓ જ ચાલી રહી છે.પણ જો આ બાબતમાં કોઈ તથ્ય હોય તો રેપીડ ટેસ્ટ બંધ કરવાનું કારણ શું હોઈ શકે.રેપીડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવના આંકડા વધારે આવતા હશે એટલે???.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat