Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > નર્મદા ડેમની સપાટી 136.84 મીટર,નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

નર્મદા ડેમની સપાટી 136.84 મીટર,નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

0
490

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે નર્મદા ડેમની સપાટી હાલ 136.84 મીટર નોંધાઇ છે.સરદાર સરોવર ડેમમાં ઉપરવાસ માંથી 10,16,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે ડેમના 23 દરવાજા 4.15 મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને 8,09,015 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે.જેથી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે.

કેવડિયાનાં ડૂબા ડૂબ ગોરા બ્રિજ ઉપર નર્મદા નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ છે.સરદાર સરોવ ડેમમાં હાલ 5153 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.ગરુડેશ્વર ખાતે નર્મદા નદીની સપાટી 29.40 મીટર નોંધાઇ છે ઉલ્લેખનીય છે કે 1 કલાકમાં પાણીની આવકમાં 1,80,000 ક્યુસેકનો વધારો નોંધાયો છે અને સપાટીમાં 9 સે.મી.નો વધારો નોંધાયો છે.સરદાર સરોવર ડેમના તમામ પાવર હાઉસ કાર્યરત છે અને વિપુલ પ્રમાણમાં વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચની આસપાસના વિસ્તારોમાં નર્મદા નદીના પાણી ફરિ વળતા પુર જેવી પરીસ્થિતિનું નિર્માણ થયું છે અને ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાએ સવારે 31.50 ફૂટ સપાટી વટાવી હતી.

નર્મદા ડેમ માંથી 8 લાખ ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.ભરૂચના ગોલ્ડન બ્રિજે 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 31.50 ફૂટ સપાટી પર પહોંચ્યો છે.ભરૂચ,અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકામાંથી જ અત્યાર સુધી 3000 જેટલા લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળે પહોંચાડાયા છે.નર્મદા કિનારાના અમુક મંદિરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.હજુ બુધવાર સાંજ સુધી આ જ મુજબ પાણીની આવક ચાલુ રહેવાની શક્યતાઓ રહેશે એવું સરદાર સરોવર નર્મદા ડેમના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

બનાસકાંઠા: વડગામના હતાવાડા ગામમાં વીજળી ત્રાટકી, જુઓ VIDEO