Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા: કોરોના દર્દીના પુત્રએ કોવિડ હોસ્પિટલ માથે લીધી, તબીબો સાથે અણછાજતું વર્તન

નર્મદા: કોરોના દર્દીના પુત્રએ કોવિડ હોસ્પિટલ માથે લીધી, તબીબો સાથે અણછાજતું વર્તન

0
273

જવાબદારી લો મારા પિતાને કઈ નહીં થાય પછી હું એમને અહીંયા એડમિટ કરું: કોરોના દર્દીના પુત્રની દાદાગિરી

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: કોરોના કહેર વધી રહ્યો છે, કોરોના પર કાબુ મેળવવા તંત્ર અને કોરોના દર્દીઓને સાજા કરવામાં તબીબો-પેરા મેડિકલ સ્ટાફ દિવસ રાત એક કરી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં તો કોરોનાની સારવાર કરતા આરોગ્ય વિભાગના કર્મીઓ જ કોરોનામાં સપડાઈ રહ્યા છે જેમાંથી કેટલાકના તો મૃત્યુ પણ થયા છે. કોરોનાના કપરા કાળમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દર્દીઓની સેવા કરતા તબીબો સાથે ખુદ કોરોના દર્દીએ અણછાજતું વર્તન કર્યું હોવાનો ચોંકાવનારો એક કિસ્સો નર્મદા જિલ્લા (Narmada District)માં સામે આવ્યો છે.

નર્મદા જિલ્લા (Narmada District)માં અત્યાર સુધીમાં 973 કોરોનાના કેસો નોંધાયા છે જેમાંથી 917 દર્દીઓ સાજા પણ થઈ ચૂક્યા છે. નર્મદા જિલ્લા (Narmada District)માં 2જી ઓક્ટોબરે કોરોનાના કેસો સામે આવ્યા હતા. એ પૈકી એક દર્દી રાત્રીના 8 વાગ્યાની આસપાસ પોતાના પુત્ર સાથે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં પહોંચી જાય છે. હવે બન્યું એવું કે એ કોરોના દર્દીએ પ્રથમ રાજપીપળા અર્બન સેન્ટરમાં રેપીટ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં એનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, તે છતાં એમના શરીરમાં વિકનેશ જણાતા એમને સચોટ રિઝલ્ટ માટે RT PCR ટેસ્ટ કરાવવાની કોઈકે સલાહ આપી. તો એમણે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં RT PCR ટેસ્ટ કરાવ્યો જેનું રિઝલ્ટ કોરોના પોઝિટિવ આવ્યું હતું.

આ પણ વાંચો: Love Sex Aur dhokha: પ્રેમિકાની પ્રેમી સામે રેપની ફરિયાદ, યુવકની માતાનો યુવતીના પિતા પર છેડતીનો આક્ષેપ

હવે એ જ બાબતને લઈ કોરોના દર્દીના પુત્રએ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાજર ડો.મેણાત અને ડો.ઝંખના વસાવા સહિત અન્ય તમામ તબીબો સાથે અણછાજતું વર્તન કર્યું, દર્દીના પુત્રએ આખી હોસ્પિટલ માથે લેતા જણાવ્યું કે રાજપીપળા અર્બન સેન્ટરમાં રેપીડ ટેસ્ટ નેગેટિવ અને RT PCR ટેસ્ટ કેવી રીતે પોઝિટિવ આવે તમારી ટેસ્ટિંગ પ્રોસેસ જ ખોટી છે. રાજપીપળા અર્બન સેન્ટર તમે બંધ કરી દો. દર્દીના પુત્રએ કહ્યું કે તમે જવાબદારી લો કે મારા પિતાને કઈ જ નહીં થાય એ બાદ હું એમને અહીંયા એડમિટ કરીશ, ત્યારે તબીબોએ કહ્યું કે અમે સારામાં સારી ધનિષ્ઠ ટ્રીટમેન્ટ આપવા બંધાયેલા છે.

આ પણ વાંચો: 25% ફી માફી મામલોઃ School Mafia સામે આખરે સરકાર કેમ ઘૂંટણીયે પડી છે?

ત્યાં હાજર તબીબોએ દર્દીના પુત્રને લાખ સમજાવવાની કોશિશ કરી કે એન્ટિજન રેપીડ ટેસ્ટમાં જો કોઈ દર્દી પોઝિટિવ આવે તો એ દર્દી પોઝિટિવ હોય જ પણ જો કોઈ દર્દીનું રિઝલ્ટ જો નેગેટિવ આવે તો જો એનામાં કોરોના વાયરસ હોય તો એના પોઝિટિવ આવવાના ચાન્સ પણ એટલા જ વધુ છે. સરકારે કોરોના કેહેર પર કાબુ મેળવવા ટેસ્ટિંગની સંખ્યા વધારવા રેપીટ ટેસ્ટ ચાલુ કર્યા છે. બાકી RT PCR ટેસ્ટ જ કોરોના માટે વિશ્વાસનિય છે. તબીબોનું આટલું સમજાવવા છતાં પણ દર્દીના પુત્રએ તબીબો સાથેનાં પોતાના વર્તનમાં કોઈ જાતનો સુધારો ન કર્યો ઉપરથી તબીબો પર ગંભીર આક્ષેપો લગાવે રાખતો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે સરકારે પણ રેપીટ ટેસ્ટમાં જો કોઈનું રિઝલ્ટ નેગેટિવ આવે તો ખરાઈ માટે RT PCR ટેસ્ટની સલાહ આપી છે, ત્યારે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં તબીબો સાથે દર્દીના પુત્રનું અણછાજતું વર્તન બિલકુલ ગેરવ્યાજબી કહી શકાય.