Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ-ઉપપ્રમુખ સમર્થકો સાથે BJP માં જોડાયા

નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ-ઉપપ્રમુખ સમર્થકો સાથે BJP માં જોડાયા

0
63

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો રંગ જામ્યો છે. રાજપીપળામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સી.આર.પાટીલની જંગી રેલી અને જાહેરસભાનું આયોજન કર્યું હતું. દરમિયાન નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલ અને ઉપપ્રમુખ મનોજ તડવી પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. Narmada Congress Leader 

અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાને રાજીનામુ મોકલી આપ્યું હતું એના ગણતરીના સમયમાં જ તેઓ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. ભૂતકાળમાં “પાટીદાર” આંદોલને સરકારની ઊંઘ હરામ કરી દીધી હતી, નર્મદા જિલ્લામાં નિકુંજ પટેલે જે તે વખતે “પાટીદાર” અનામત આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. “પાટીદાર” અનામત આંદોલનમાં મુખ્ય ભૂમિકા જોતા કોંગ્રેસે એમને નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકેનું મહત્વનું પદ આપ્યું હતું. Narmada Congress Leader 

કેવડિયા વિસ્તારની પૂર્વ પટ્ટીના તડવી સમાજના કોંગ્રેસ આગેવાન મનોજ તડવીએ કોંગ્રેસને બાય બાય કરી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. એક જ દિવસમાં કોંગ્રેસના બે હોદ્દેદારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસમાં હડકંપ મચી જ્વા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે મનોજ તડવી સમસેરપુરા ગામના યુવા નેતા છે. તેઓ કોંગ્રેસ સાથે ઘણાં વર્ષો રહ્યા હતા. Narmada Congress Leader 

મનોજ તડવીએ જણાવ્યું હતું કે મેં નર્મદા જિલ્લા પંચાયતની કોંગ્રેસ માંથી ટિકિટ માંગી હતી એ પણ મને ન્હોતી આપી. મારી કોંગ્રેસ પક્ષમા ઘણી અવગણના થતી હતી જેના કારણે હય કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયો છું. ઉલ્લેખનીય છે કે મનોજ તડવી કોંગ્રેસ ધારાસભ્ય પી.ડી.વસાવાના વિશ્વાસુ નેતા હતા, પરંતુ તેમની અવગણનાના કારણે આજે કોંગ્રેસ પક્ષ છોડ્યો હતો. Narmada Congress Leader 

આ પણ વાંચો: રાજપીપળામાં સી.આર.પાટીલની જંગી રેલી, પાટીલે કહ્યું છોટુ વસાવા હવે ઘર ભેગા થવાના Narmada Congress Leader 

આજ સુધી રાજકારણમાં સફળ રહેલા મનોજ તડવીનો ઈતિહાસ જોઈએ

(1) 2005 માં તાલુકા પંચાયત સભ્ય તરીકે ચૂંટાયા કોંગ્રેસ પાર્ટી માંથી (47) મતથી બીજા વિસ્તારમાં લડ્યા પોતાનો વિસ્તાર છોડીને જીત મેળવી.
(2) 2010 માં જિલ્લા પંચાયત સભ્ય તરીકે ચૂંટાયા.(1800) મત થી વિજેતા
(3)નર્મદા કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી તરીકે રહ્યા.
(4) ખેતી સમિતિ બજાર રાજપીપલા માં 3 ટર્મ જીત્યા.
(5) 1વર્ષ ગરુડેશ્વર APMC માં ડિરેક્ટર તરીકે રહ્યા.
(6) છેલ્લા 3 મહિનાથી તેઓ નર્મદા જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ તરીકે પોતાની સેવા આપી રહ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat