Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા ભાજપના કાર્યકરે મનસુખ વસાવાને કહ્યું, “તમે અમારા વિસ્તારમાં ચંચુપાત ન કરો”

નર્મદા ભાજપના કાર્યકરે મનસુખ વસાવાને કહ્યું, “તમે અમારા વિસ્તારમાં ચંચુપાત ન કરો”

0
344
  • ભાજપના કાર્યકરનો સાંસદ મનસુખ વસાવાને સવાલ, “તમે કેટલા લોકોને રોજગારી અપાવી?

  • નર્મદા ભાજપના કાર્યકર નિરંજન વસાવાએ સાંસદ મનસુખભાઈ વસાવા સામે માથું ઊંચક્યું

વિશાલ મિસ્ત્રી,રાજપીપળા: નર્મદા જિલ્લામાં આરોગ્ય સેવા મામલે ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા અને સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવા સામ સામે આવી ગયા છે, બન્નેવના સમર્થકોએ સોશિયલ મીડિયાને આક્ષેપ-પ્રતિ આક્ષેપનું માધ્યમ બનાવ્યું છે.

નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર નિરંજન વસાવાએ છેલ્લા 25-30 વર્ષથી સાંસદ તરીકે ચૂંટાયેલા મનસુખભાઈ વસાવા સામે માથું ઊંચક્યું છે, જેથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે.

છેલ્લા 2 દિવસથી બન્નેવ વચ્ચે સોશિયલ મીડિયામાં વોર ચાલી રહી છે ત્યારે નિરંજન વસાવાએ સાંસદ મનસુખભાઈ વસાવાને વેધક સવાલો પૂછતાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવાએ ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાને ઉદ્દેશીને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરી છે કે, તમે 25-30 વર્ષથી સાંસદ છો તમારો ભરૂચ વિસ્તાર મોટો છે એની તમે ચિંતા કરો તો વધારે સારું તમારા સંસદીય મત વિસ્તારમાં હજુ રસ્તાઓ ખરાબ છે, ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ મળતી નથી.

આ પણ વાંચો: માયાવતીએ જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવતા જ છોટુ વસાવાએ વિવાદ છેડ્યો

તમારા મતવિસ્તારમાં એશિયાની સૌથી મોટી જીઆઇડીસી આવેલી છે તો તમે કેટલા લોકોને રોજગારી અપાવી, તમારા લીધે કોઈ વ્યક્તિ પોતાના પગભર ઉભા થયા હોય એવા કેટલાક લોકો છે? તમે મંત્રી પણ હતા તમારા વિસ્તારમાં વિકાસના કયા કામો કર્યા છે.

વધુમાં જણાવ્યું કે તમારા મત વિસ્તારના લોકો હજુ પણ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જીવન ગુજારી રહ્યા છે, તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખનીજની ચોરી થઇ રહેલી છે.

રાજપીપળા અને નાંદોદ છોટાઉદેપુર સંસદીય ક્ષેત્રમાં આવે છે.

અમે અમારા વિસ્તારની સમસ્યાઓ માટે સાંસદ ગીતાબેન રાઠવાને રજુઆત કરીશું.

તમે અમારા કાર્યક્ષેત્રમાં ચંચુપાત ના કરો તો વધુ સારું રહેશે.

તમારા લીધે જ આ નર્મદા જિલ્લામાં બે-બે વિધાનસભાઓ અને જે તે તાલુકા જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીએ ગુમાવવી પડી છે.

જે કોઈ પણ નાનો-મોટો કાર્યકર અથવા હોદ્દેદાર અવાજ ઉઠાવે તો તમે તેનો વિરોધ કરો છો.

આ પણ વાંચો: શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડના સૂત્રધાર ભરત મહંતની ધરપકડ

હું તો પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા છું કોઈ ખોટું કામ કર્યું નથી.

તમે જે ખોટા ખોટા આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર મૂક્યા છે તેની રજૂઆત આવનારા દિવસોમાં CM, PM અને ગુજરાત ભાજપ સંગઠનમાં કરવામાં આવશે.

જો કે આ મુદ્દે ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો પણ થઈ શક્યો ન હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ભરૂચ લોકસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે આવેલ ગુજરાતના તત્કાલીન CM નરેન્દ્ર મોદીએ જાહેરમંચ પરથી મનસુખભાઈનો હાથ ઊંચો કરી કહ્યું હતું કે આ છે મારો અસલી હીરો.સાંસદ મનસુખભાઈ વસાવાને રાજનીતિમાં 40 વર્ષ થયા છે હવે એમની વિરુદ્ધ આક્ષેપો લગાવી ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાની 30 વર્ષના ભાજપ કાર્યકર નિરંજન વસાવાએ બાલીશ ધમકી આપી છે.

મનસુખભાઈ વસાવાના રાજકીય કાર્યકાળ દરમિયાન કોઈ પણ કાર્યકરે આવા આક્ષેપો લગાવ્યા નથી.

અન્યાય મુદ્દે મનસુખભાઈ પોતાની જ પાર્ટીના નેતા વિરુદ્ધ ફરિયાદ કરતા ગભરાતા નથી.

તો નિરંજન વસાવાના જાહેરમાં ગંભીર આક્ષેપો મનસુખભાઈ સાંખી લેશે કે પછી વળતો જવાબ આપશે એ હવે જોવું રહ્યું.