Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નર્મદા ભાજપ ઉપપ્રમુખ કોરોના પોઝિટિવ: ભાજપ સ્થાપના દિનમાં આપી હતી હાજરી

નર્મદા ભાજપ ઉપપ્રમુખ કોરોના પોઝિટિવ: ભાજપ સ્થાપના દિનમાં આપી હતી હાજરી

0
47

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે.નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રોજના 20 થી 22 કોરોનાના કેસો આવી રહ્યા છે, આ તો સરકારી આંકડાઓ છે વાસ્તવિક હકીકત કઈક અલગ જ હોવાની વાતો ચર્ચાઈ રહી છે.જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 2396 પર પહોંચી છે.

આ તમામની વચ્ચે નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલનો રેપીડ એન્ટીજન ટેસ્ટનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ આગામી 17 એપ્રિલ સુધી હોમ કોરોન્ટાઈન રહેશે, એમણે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે ભાજપ સ્થાપના દિન કાર્યક્રમમાં જે પણ કાર્યકર મારા સંપર્કમાં આવ્યો હોય એ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે.

નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના મેનેજીંગ ડિરેક્ટર અને કોવિડ-૧૯ માટે નર્મદા જિલ્લાની વિશેષ જવાબદારી સંભાળી રહેલા એસ.જે.હૈદર દોડી આવ્યા હતા.એમણે નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહ સહિત આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

રાજપીપળાની કોવિડ-19 હોસ્પિટલની હાલની 100 બેડની ક્ષમતા ઉપરાંત આયુર્વેદિક ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ ખાતેના કોવિડ કેર સેન્ટરની 200 બેડની ક્ષમતા ઉપરાંત જિલ્લાના તાલુકા મથકોએ કોવિડ કેર સેન્ટર ઉભા કરીને 456 વધુ બેડની ક્ષમતા સાથે કુલ-656 બેડની ક્ષમતા થાય.અને ખાનગી બે-ત્રણ તબીબો સાથે એમઓયુ કરીને પ્રમથ ફેઝમાં 750 ની બેડ ક્ષમતા વધારવા અને જરૂર પડ્યે બીજા ફેઝમાં પણ વધુ 250 બેડની ક્ષમતા વધારીને જિલ્લામાં આશરે 1000 બેડની સુવિધા ક્ષમતા સાથેની કાર્યયોજના ઘડી કાઢી તેને સત્વરે અમલમાં મૂકવા હૈદરે સૂચના આપી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat