Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા અને ગીર સોમનાથની “હોમ સ્ટે ટુરિઝમ” પાયલોટ પ્રોજેકટ તરીકે પસંદગી

નર્મદા અને ગીર સોમનાથની “હોમ સ્ટે ટુરિઝમ” પાયલોટ પ્રોજેકટ તરીકે પસંદગી

0
719

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: રાષ્ટ્રીય મહિલા આયોગ અને ગુજરાત મહિલા આયોગના ઉપક્રમે તેમજ Airbnb કંપનીના સહયોગથી રાજપીપળા કલેકટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે “હોમ સ્ટે ટુરીઝમ” પ્રોજેકટ અંતર્ગત યોજાયેલી એક દિવસીય તાલીમી કાર્ય શિબિર યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય મહિલા આયોગના ડૉ. રાજુલબેન દેસાઇ,ગુજરાત મહિલા આયોગના ઉપસિચવ પી.જે.પટેલ,Airbnb કંપનીના પ્રતિનિધિ વિનીતાબેન દિક્ષીત,સેવા સંસ્થાના પ્રતિનિધિ તેજસભાઇ રાવલ, ગુજરાત પ્રવાસન નિગમના જનસંપર્ક અધિકારી ખ્યાતીબેન નાયક સહિત નર્મદા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતાં.

રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ.રાજુલબેન દેસાઇએ જણાવ્યું હતું કે,મિઝોરમ અને મણિપુરમાં “હોમ સ્ટે ટુરીઝમ” પ્રોજેકટની અદ્વિતીય સફળતા બાદ સરકાર તરફથી ગુજરાતમાં નર્મદા અને ગીર-સોમનાથ જિલ્લાને “હોમ સ્ટે ટુરીઝમ” તરીકે વિકસાવવા માટે પાયલોટ પ્રોજેકટ મંજૂર કરાયો છે.તે અન્વયે નર્મદા જિલ્લામાં આ એક દિવસીય તાલીમી કાર્ય શિબિરથી તેનો પ્રારંભ કરાયો છે. સ્ટેચ્યુની મુલાકાતે આવનાર દેશ-વિદેશના પ્રવાસીઓને હોમ સ્ટેના માધ્યમથી સ્થાનિક આદિવાસી મહિલાઓને રોજગારી પૂરી પાડવાનું સરકારનું લક્ષ્ય છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેકટને લીધે પ્રવાસન પ્રેમીઓ નર્મદા જિલ્લાને આજે ગુગલ પર સર્ચ કરવા લાગ્યા છે.

Airbnb કંપનીના પ્રતિનિધિ વિનીતાબેન દિક્ષીતે જણાવ્યું હતું કે,રાષ્ટ્રીય મહિલા આયોગ સાથે હોમ સ્ટે ટુરીઝમના માધ્યમથી મહિલાઓને રોજગારીમાં સહાયરૂપ થવા કરાયેલાં સમજૂતી કરાર ( MOU ) અન્વયે આજની આ તાલીમ શિબિર યોજાઇ છે.વિશ્વના 121 દેશોમાં વિસ્તરેલી Airbnb કંપની ઓનલાઇન પ્લેટફોર્મ પણ પુરૂં પાડે છે અને 1 લાખથી વધુ શહેરોમાં તેનો ઉપયોગ થઇ રહયો છે.આ પ્રસંગે અમદાવાદની સેવા સંસ્થાના પ્રતિનિધિ તેજસભાઇ રાવલે જણાવ્યું હતું કે,20 લાખ બહેનોનું સંગઠન ગુજરાતના 14 જિલ્લામાં કામ કરી રહયું છે. 40 બહેનો “હોમ સ્ટે” ચલાવી રહયાં છે.વાર્ષિક રૂા.30 હજારની આવક કરતી બહેનો આજે પાટણમાં માત્ર ચાર માસના ગાળામાં અંદાજે રૂા.1.5 લાખથી વધુની આવક મેળવી રહી છે.

ટ્રેડ વૉરની અસર: વિશ્વભરના શેર બજાર તૂટ્યા, અંબાણી સહિત 500 અમીરોની નેટવર્થ ઘટી