Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાને જોડતો હેરણ બ્રિજનો એપ્રોચ રોડ તૂટ્યો, અવર-જવર બંધ

નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાને જોડતો હેરણ બ્રિજનો એપ્રોચ રોડ તૂટ્યો, અવર-જવર બંધ

0
376

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વર્ષી રહ્યો છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદને પગલે નર્મદાના તિલકવાડા તાલુકો અને છોટાઉદેપુરના અન્ય ગામોને જોડતા પુલનો બન્ને બાજુનો એપ્રોચ રોડ તૂટતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારે વરસાદને કારણે તિલકવાડા તાલુકાના છેવાડા અને કારેલી ગામ નજીક આવેલ હેરણ નદી બે કાંઠે થઈ છે. છોટાઉદેપુરનાં ચમરવાડા અને નર્મદા જિલ્લાના છેવાડા અને કારેલીને જોડતા હેરણ નદી પરના બ્રિજના સર્વિસ રોડ પર પડી તિરાડ પડી ગઈ છે. 3 વર્ષ પહેલાં છોટાઉદેપુરના ચમરવાડાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા ત્યારે તેઓ આ હેરણ નદી માંથી કમર પર લાકડા બાંધીને આવતા હતા. જેથી સરકારે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કરોડો રૂપિયાનો પુલ મંજુર કરી બાંધકામ કર્યું હતું. પરંતુ માત્ર બે જ વર્ષમાં જ આ બ્રિજ સાથે જોડાયેલ એપ્રોચ રોડ તૂટી જતા એ મસમોટા ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. પુલનો એપ્રોચ રોડ તૂટી પડતા હાલ બન્ને બાજુનો વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. ભ્રષ્ટ તંત્રના પાપે આ સ્થિતિ સર્જાઈ છે.

સ્થાનિક ગ્રામવાસીઓ આ પુલ બનાવનાર કોન્ટ્રાકટરે મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે. સાથે-સાથે સરકાર વહેલી તકે આ પુલનું રીપેરીંગ કામ ચાલુ કરે એવી માંગણીઓ કરી રહ્યા છે. એ વિસ્તારના લોકો એપ્રોચ રોડ તૂટી પડ્યો હોવા બાબતે માહિતગાર થાય એ માટે પુલની બન્ને બાજુ પોલિસ પહેરો ગોઠવી દીધો છે.

નર્મદા જિલ્લાના છેવાડાના ગામડાઓમાં ભરાયા પાણી, લોકોને રેસક્યુ કરી કાઢ્યા બહાર