Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING : ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન

BREAKING : ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન

0
1350
  • ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન naresh kanodia news
  • યુ.એન. મહેતા હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ દાખલ હતાં
  • થોડાં દિવસ અગાઉ મહેશ કનોડિયાનું પણ નિધન થયું હતું

અમદાવાદ : ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન થઇ ગયું છે. કોરોનાની સારવાર હેઠળ તેઓને યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતી ફિલ્મોના સૌપ્રથમ સુપરસ્ટાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયા કોરોના સંક્રમિત થતા તેમને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની તબિયત બગડતા તેઓ યુ.એન મહેતા હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતાં. તેમની તબિયતને લઈને તેમના દીકરા અને કડીના ધારાસભ્ય હિતુ કનોડિયાએ તેમના પિતાનો ફોટો પોસ્ટ કરી તેમના ઝડપથી સાજા થવા અંગે પ્રાર્થના પણ કરી હતી. naresh kanodia news

થોડાં દિવસ અગાઉ મહેશ કનોડિયાનું નિધન થયું હતું naresh kanodia news

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં પ્રખ્યાત કલાકાર નરેશ કનોડિયા (Naresh Kanodia) ના ભાઈ અને પાટણના પૂર્વ સાંસદ મહેશ કનોડિયા (Mahesh Kanodia) નું પણ 25 ઓક્ટોબરના રોજ નિધન થયું હતું. લાંબી બિમારી બાદ તેમણે ગાંધીનગર ખાતે અંતિમ શ્વાસ લીધાં હતાં. નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ આ માહિતી ટ્વિટર પર શેર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મહેશ કનોડિયા ગુજરાતના પ્રખ્યાત કલાકાર અને સંગીતકાર હતાં.

આ પણ વાંચો: પેટાચૂંટણી : ગુજરાતની 4 બેઠકો પર શંકરસિંહએ પોતાના અપક્ષ ઉમેદવારો ઊભા કર્યા

નરેશ કનોડિયાની સફળ ફિલ્મો (naresh kanodia passes away)

નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં 125થી(naresh-kanodiya-corona) વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમણે હિરણને કાંઠે, મેરુ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમા, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાદ, પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મો આપી છે. તેમણે વેલીને આવ્યા ફૂલ ફિલ્મતી અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. તેમની અને અભિનેત્રી સ્નેહલતાની જોડી હતી. નરેશ કનોડિયાની હિટ ફિલ્મોએ ગુજરાતી ફિલ્મ નિર્માતાઓને ધૂમ કમાણી કરાવી આપી હતી. (naresh kanodia passes away)

નરેશ કનોડિયાના જીવન વિશે…

  • 1943માં મહેસાણાના કનોડા ગામમાં જન્મ થયો હતો
  • 72 અભિનેત્રીઓ સાથે કામ કર્યું
  • 150 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે
  • દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ મળ્યો છે
  • ‘છોટા આદમી’ નામની હિન્દી ફિલ્મમાં પણ કામ કર્યું હતું
  • 1970થી ગુજરાતી ફિલ્મોમાં કામ શરુ કર્યું હતું
  • 40 વર્ષ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું
  • 1980થી 1990ના દાયકામાં હિટ ફિલ્મો આપી
  • 63થી પણ વધારે ફિલ્મોમાં અભિનય કર્યો છે

આ પણ વાંચો: NASAને ચંદ્ર પર પાણી મળી આવ્યું, માનવ વસવાટ તરફ મહત્વનું પગલું