Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING: નરેશ કનોડિયાના ભાઈ અને પૂર્વ સાંસદ મહેશ કનોડિયાનું નિધન

BREAKING: નરેશ કનોડિયાના ભાઈ અને પૂર્વ સાંસદ મહેશ કનોડિયાનું નિધન

0
631

અમદાવાદ: ગુજરાતના પ્રખ્યાત કલાકાર નરેશ કનોડિયા (Naresh Kanodia)ના ભાઈ અને પાટણના પૂર્વ સાંસદ મહેશ કનોડિયા (Mahesh Kanodia)નું આજે નિધન થયું છે. લાંબી બિમારી બાદ તેમણે ગાંધીનગર ખાતે અંતિમ શ્વાલ લીધા. નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ આ માહિતી ટ્વીટર પર શેર કરી છે. ઉલ્લેખનીય છે કે મહેશ કનોડિયા ગુજરાતના પ્રખ્યાત કલાકાર અને સંગીતકાર હતા.

હિતુ કનોડિયાએ ટ્વીટર પર મહેશ કનોડિયાનો ફોટો શેર કરતા લખ્યું કે,

“લેજેન્ડ્રી મલ્ટી વાયોસ સિંગર અને મ્યુઝિક ડાયરેક્ટર અને પાટણના ભૂતપૂર્વ સંસદના સભ્ય મહેશ કનોડિયાનું નિધન થયું. ભગવાન તેમના આત્માને શાંતિ આમે. ઓમ શાંતી.”

આ પણ વાંચો: કોંગ્રેસ મારા પર એક કેસ સાબિત કરી બતાવે, રાજનીતિ છોડી દઈશ: પાટીલ

ઉલ્લેખનીય છે કે મહેશ કનોડિયા (Mahesh Kanodia) ગુજરાતના જાણીતા કલાકાર નરેશ કનોડિયાના મોટાભાઈ છે. આ બન્ને બેલડી મહેશ-નરેશના નામે દેશ-વિદેશમાં અનેક મ્યુઝીકલ પોગ્રામો આપ્યાં છે. જેમાં મહેશ કનોડિયા (Mahesh Kanodia) સ્ત્રી અને પુરુષ બન્નેના અવાજમાં ગીતો ગાવા માટે લોકપ્રિય હતા. તેઓ કુદરતી બક્ષીસ ધરાવતા ઉમદા ગાયક હતા. મહેશ કનોડિયા પાટણ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે પણ ચૂંટાઈ ચૂક્યાં છે.

પોતાના ગામના નામ ઉપરથી રાખી હતી સરનેમ  Mahesh Kanodia

મહેશ કનોડિયા (Mahesh Kanodia)નો જન્મ મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો હતો. પોતાના ગામના નામ ઉપરથી જ તેમણે પોતાની સરનેમ કનોડિયા રાખી હતી. મહેશ કનોડિયા પોતાના માતા-પિતા ઉપરાંત 3 ભાઈઓ અને ત્રણ બહેનો એક રૂમના મકાનમાં રહેતા હતા.

મહેશ કનોડિયા (Mahesh Kanodia)એ નાની ઉંમરે પોતાના ભાઈ નરેશ કનોડિયા સાથે સ્ટેજ પર્ફોમન્સ આપવાની શરૂઆત કરી હતી. આ સંગીત બેલડીએ અનેક ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં સંગીત આપવા સિવાય દેશ-વિદેશમાં અનેક સ્ટેજ શૉ પણ કર્યાં છે.

આ પણ વાંચો: ગાંધીનગર: 7 મહિના બાદ ખુલશે અક્ષરધામ મંદિર, જાણી શું રહેશે નિયમ

ઉલ્લેખનીય છે કે, મહેશ કનોડિયા (Mahesh Kanodia)ના નાનાભાઈ અને ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા પણ કોરોનાથી સંક્રમિત થતાં તેમની યુએન મેહતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યાં તેમનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે.

અગાઉ 20 ઓક્ટોબરે નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર અર્થે અમદાવાદની યુએન મેહતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.