Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > રામ મંદિર આંદોલન પાછળ હતો નરેન્દ્ર મોદીનો મોટો હાથ, એક નિર્ણયે બદલી નાખી આખી દિશા

રામ મંદિર આંદોલન પાછળ હતો નરેન્દ્ર મોદીનો મોટો હાથ, એક નિર્ણયે બદલી નાખી આખી દિશા

0
1156

સુપ્રીમ કોર્ટે રાજકારણની દ્રષ્ટિએ સંવેદનશીલ રામ જન્મસ્થળ-બાબરી મસ્જિદ ભૂમી વિવાદ કેસની સુનાવણી પૂરી કરી દીધી છે, તેનો નિર્ણય નવેમ્બર મહીનામાં સંભળાવવામાં આવશે. 1990માં ભાજપના અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા કાઢી હતી. સોમનાથથી નિકળેલી રથયાત્રાના રણનીતિકાર વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા.

ભાજપના અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી 25 સપ્ટેમ્બરે ગુજરાતના સોમનાથથી અયોધ્યાની રથયાત્રા પર નિકળ્યા હતા. આ રથયાત્રા 30 ઓક્ટોબરે અયોધ્યામાં સમાપ્ત થવાની હતી, જ્યાં તે જ દિવસે કારસેવાની જાહેરાત કરવામાં આવી હતી. 8 રાજ્યોથી પસાર થનારી આ ‘શેવરલેટ રથયાત્રા’ લગભગ 10 હજાર કિલોમીટરની હતી. ગલગોટાના ફૂલોથી સણગારેલા પોતાના રથથી યાત્રાની શરૂઆત કરતા અડવાણીએ જણાવ્યુ હતુ કે, કારસેવામાં બીજેપીના બધા જ સાંસદ અને ધારાસભ્ય ભાગ લેશે.

લાલકૃષ્ણ અડવાણીની આ રથયાત્રાના આયોજક પ્રમોદ મહાજન હતા, પરંતુ ગુજરાતમાં આ યાત્રાના રણનીતિકાર અને શિલ્પી નરેન્દ્ર મોદી હતા. આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે ગુજરાત રાજ્ય બીજેપીના મહામંત્રી (સંગઠન) હતા. આ યાત્રાના આયોજનના કારણે નરેન્દ્ર મોદીને પાર્ટીમાં આગવો દરજ્જો મળ્યો હતો. આમ જોઈએ તો અયોધ્યા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકારણીય જીવનનો અભિન્ન ભાગ રહ્યો હતો. અયોધ્યાના કારણે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજકારણમાં આવ્યા. લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં કાઢવામાં આવેલી સોમનાથથી અયોધ્યાની રથયાત્રાએ રામમંદિર આંદોલનની દિશા બદલી નાંખી હતી. આ યાત્રાના કારણે સમગ્ર દેશમાં રામ લહરની ગૂંજ ઉત્પન્ન થઈ હતી.

તે 13 ડિસેમ્બર 1990ની તારીખ હતી. આ તારીખે નરેન્દ્ર મોદીએ રથયાત્રાની રૂપરેખા દેશના સામે રાખી હતી. મોદીએ તે જ દિવસે મીડિયાને રથયાત્રાના કાર્યક્રમ અને તેના રસ્તા વિશે સૂચિત કર્યો હતો. રથયાત્રા 25 સપ્ટેમ્બરે સોમનાથથી શરૂ થઈને 30 ઓક્ટોબરે અયોધ્યામાં પૂરી થવાની હતી. તેમણે આ દરમિયાન રામમંદિરને રાષ્ટ્રની સાંસ્કૃતિક ચેતના અને સંકલ્પનો ભાગ બતાવીને સંઘર્ષનો મંત્ર ફૂક્યો હતો. નરેન્દ્ર મોદી આ દૂરગામી મિશનના બેકરૂમ મેનેજર હતા. આ રથયાત્રાની સફળતાને કારણે તેમનો કદ પાર્ટીમાં વધી ગયો હતો. તેમને મુરલી મનોહર જોશીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એકતા યાત્રાના પણ સારથી તરીકે તેમની જાહેરાત કરી હતી. નરેન્દ્ર મોદીની રણનીતિથી સફળ થયેલી આ રથયાત્રાને કારણે માત્ર કેન્દ્રની વી.પી.સિંહની સરકાર ન પડી હતી, પરંતુ ઉત્તર પ્રદેશથી કોંગ્રેસનું મૂળ હંમેશા માટે ઉખાડી દીધા હતા.

સોર્સ: યુદ્ધ મેં અયોધ્યા (હેમંત શર્મા)

1528થી અત્યાર સુધી હજારો લોકો હોમાઇ ગયા અયોધ્યા વિવાદમાં, જાણો ઈતિહાસ વિશે