ગુજરાતના પનોતા પુત્ર અને દેશ જ નહીં પરંતુ વિશ્વભરમાં પોતાનું નામ રાજકીય ક્ષેત્રે જાણીતું છે તેવા વડાપ્રધાન અને પૂર્વ ગુજરાત સી.એમ. નરેન્દ્ર મોદીનું હત્યાનું પણ ષડયંત્ર કરાયું હોવાનું બોમ્બ બ્લાસ્ટ સામેલ એક આરોપીએ જણાવ્યું હતું. આ કેસમાં આ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો જેને લઇને આરોપીએ ખુદ આ વાત મેજિસ્ટ્રેટ સમક્ષ કબૂલ કરી હતી.
સરકારી વકીલે કહ્યું કે, 2010માં આરોપીઓ સામે કરવામાં આવેલા તહોમતનામામાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું પણ ષડયંત્ર કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. આ બાબતોનો પુરાવો એક આરોપીએ મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ 164 હેઠળના નિવેદનમાં આ હકીકત જણાવી હતી.
2004માં ઇશરત જહાં અને તેના સાથીઓ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા આવ્યા હોવાનું સામે આવી ચૂક્યું છે. અગાઉ પણ નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરા ઘડાયા હોવાનું સામે આવ્યું છે પરંતુ તેમની કડક કિલ્લેબંધ સુરક્ષા અને સિક્યોરિટી એજન્સીની કામગીરીના કારણે આજ સુધી તેમને ઉનીઆંચ પણ આવવા દીધી નથી પરંતુ 2008માં જ્યારે તેઓ અહી હતા ત્યારે આ ઘટના સમયે પકડાયેલા આરોપીએ
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્રનો ઘટસ્ફોટ કરતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.