Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > મોટેરા સ્ટેડિયમ પર ગુજરાતના પનોતા પુત્ર લોહપુરુષ સરદાર પટેલનું નામ ભૂંસાયું

મોટેરા સ્ટેડિયમ પર ગુજરાતના પનોતા પુત્ર લોહપુરુષ સરદાર પટેલનું નામ ભૂંસાયું

0
155

હાર્દિક પટેલે ટ્વીટ કરી- વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમને નરેન્દ્ર મોદીનું નામ આપવું સરદાર પટેલનું અપમાન

અમદાવાદ: ભારતના લોહપુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલનું નામ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ (Narendra Modi Stadium)પરથી ભૂંસાઇ ગયું. આ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવતા વિવાદ થયો છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સવાલ ઉઠાવ્યા હતા. હાર્દિક પટેલે ટ્વીટ કરતા લખ્યુ કે આ તો સરદાર પટેલનું અપમાન છે.

1982માં સરદાર પટેલના નામે ઉદ્ધઘાટન થયું હતું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્ટેડિયમના ઉદ્ધધાટન પ્રવચનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં સરદાર પટેલનું નામ ભૂલાઇ ગયું. જેને પીએમ નરેન્દ્ર મોદીની સરકારે ઊજાગર કર્યું છે. પરંતુ 1982માં સરદાર પટેલ મોટેરાના નામે સ્થપાયેલ અને 2016માં સરદાર પટેલના નામે જ નવું સ્ટેડિયમ બાંધવાનો વાયદો કરાયો હતો.

આ પણ વાંચોઃ BREAKING: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલાયુ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાશે

2020માં અમેરિકાની પૂર્વ પ્રમૂખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન વખતે નમસ્તે ટ્ર્મ્પ કાર્યક્રમનું આયોજન પણ સરદાર પટેલ સ્ટેડિયમમાં થયાના સમાચારો વહેતા થયા હતા.

કોઇ આગોતરી જાહેરાત વિના નામ બદલી નંખાયું

પરંતુ આજે રાષ્ટ્રપતિ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધઘાટન કર્યું ત્યારે તેની તખ્તી પર નામ હતુ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium). નવાઇની વાત એ છે કે સરદાર પટેલ સ્ટેડિયમનું ઉદ્ધઘાટન કરવા માટેના નિર્ધારિત કાર્યક્રમમાં પણ સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ રાખવા અંગે કોઇ જ જાહેરાત કરાઇ નહતી.

નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપની સરકારે દેશ પર અને તે રાજ્યોમાં પણ સત્તા હાંસલ કરવા માટે સરદાર પટેલના નામનો સહારો લીધો. તેમના નામે જ કરોડો રૂપિયા ખર્ચી કેવડિયામાં વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિ પણ સ્થાપ્યું.

સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો એક ભાગ આ સ્ટેડિયમઃ શાહ

અલબત્ત કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)સરદાર પટેલ સ્પોર્ટ એન્કલેવનો એક ભાગ હોવાનું જણાવતા ઉમેર્યું કે અહીં વિશ્વનું સૌથી મોટું સ્પોર્ટ્સ એન્ક્લેવ ઊભુ કરાશે. જેમાં ઓલિમ્પિક રમતોત્સવમાં એવી કોઇ રમત નહી હોય જેનું કોમ્પ્લેક્સ અહીં બનવાનું છે.

આ પણ વાંચોઃ કિંજલ દવે સાથે રોડ શો કરનારા ભાજપ MLA શશીકાંતે કર્યું ભડકાઉ નિવેદન

મહારાષ્ટ્રમાં મોટાભાગના સંકુલ છત્રપતિ શિવાજીના નામે

એક વાત વધુ મહત્વની છે કે આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં જેમ છત્રપતિ શિવાજીનું મહત્વ છે. ત્યાં રેલવે સ્ટેશન, એરપોર્ટનું નામકરણ શિવાજીના નામે કરાયો છે. પરંતુ અહીં સરદાર પટેલનું નામ ભૂંસવાનો પ્રયાસ થઇ રહ્યાનો કોંગ્રેસે આરોપ કર્યો છે.

હાર્દિક પટેલે ટ્વીટ કરતા લખ્યુ,

“વિશ્વના સૌથી મોટા અમદાવાદ સ્થિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium)રાખવામાં આવ્યુ છે. શું આ સરદાર પટેલનું અપમાન નથી? સરદાર પટેલના નામ પર મત માંગનારી ભાજપ હવે સરદાર સાહેબનું અપમાન કરી રહી છે. ગુજરાતની જનતા સરદાર પટેલનું અપમાન સહન નહી કરે.”

મહત્વપૂર્ણ છે કે નરેન્દ્ર મોદી સરદાર પટેલના નામે મત માંગીને આજે વડાપ્રધાન પદે પહોચ્યા છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં કેવડિયા કોલોનીમાં સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટુ સ્ટેચ્યુ બનાવડાવ્યુ હતું. સ્ટેચ્યુ ઓફ યૂનિટી તરીકે ઓળખાતા સરદાર પટેલના સ્ટેચ્યુમાં અનેક પ્રવાસીઓ મુલાકાત લે છે.

આ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું થયુ હતું આયોજન

ગત વર્ષે 24 ફેબ્રુઆરીએ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અહી આવ્યા હતા. આ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. અત્યાધુનિક સુવિધાથી સજ્જ મોટેરા સ્ટેડિયમ વિશ્વના ક્રિકેટ મેદાનથી અલગ છે. જૂના સ્ટેડિયમમાં પહેલા 53,000 દર્શકોના બેસવાની ક્ષમતા હતી. હવે આ નવા સ્ટેડિયમમાં 1.30 લાખથી વધુની દર્શક ક્ષમતા છે.

ભારતના પનોતા પુત્ર અને લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના નામ ઉપર મોટેરા સ્ટેડિયમ અગાઉ રાખવામાં આવ્યુ હતું. આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા 53 હજાર હતી. જોકે, હવે આ સ્ટેડિયમનું રીનોવેશન કરી તેની બેઠક ક્ષમતા વધારવામાં આવી છે.

આ પણ વાંચોઃ ફેસબુક વિવાદ પર ભારતીય ન્યૂઝ પબ્લિશર્સે કહ્યું- અહીં બને ઓસ્ટ્રેલિયા જેવા કાયદા

PM મોદીના સ્વપ્નને સાકાર કરવા શાહે તનતોડ મહેનત કરી

નરેન્દ્ર મોદી જ્યારે જીસીએના ચેરમેન હતા ત્યારે તેમનું સ્વપ્ન હતું કે ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બને. નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમનું આ સ્વપ્ન પૂર્ણ થયુ હતું અને તેમના આ સ્વપ્નને સાકાર કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તનતોડ મહેનત કરી વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન કરતા પણ મોટા સ્ટેડિયમને આકાર આપ્યો હતો.

6 વર્ષ પછી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થયુ અને સૌ પ્રથમ ગત વર્ષે 24 ફેબ્રુઆરી 2021માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા 1 લાખ 32 હજાર  છે.

 Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat