વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ’નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ રાખવામાં આવતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે નવા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી રખાયા બાદ શરૂ થયેલા વિવાદ પર નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, અમિત શાહની સ્ટેડિયમ બનાવવામાં પાયાની ભૂમિકા છે. આજે આ સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવ્યું છે. દેશને ગૌરવ અપાવે તેવું સ્ટેડિયમ બનાવી ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા સ્ટેડિયમનું નામ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ નામકરણ કરવામાં આવ્યું છે.
વધુમાં નાયાબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, સરદાર વલ્લભભાઈ પણ ભારતના ઘડવૈયા તેમના નામના સ્પોર્ટ્સ એન્કલેવનું આજે રાષ્ટ્રપતિના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ રમત સંકુલ નામ આપવામાં આવ્યું છે. વિશ્વ કક્ષાની તમામ વ્યવસ્થાઓ રમતગમત સંકુલમાં ઉભી કરાશે.આ સંકુલમાં ભારત સરકારનો પણ સહયોગ પ્રાપ્ત થવાનો છે. એ મહાન બે મહાન નેતાઓ ગુજરાતને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીના નામ સંકુલો સાથે જોડવામાં આવ્યા છે.
આ સાથે નીતિન પટેલે કોંગ્રેસને આડેહાથ લીધી હતી તેઓએ જણાવ્યું છે કે, કોંગ્રેસ દ્વારા દરેક જગ્યાએ નામકરણમાં ગાંધી-નેહરૂ પરિવારના નામે કરવામાં આવ્યા છે. નેહરુ-ગાંધી પરિવાર, જવાલાલ નેહરૂ- ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધીના નામ તમામ સરકારી વિગતો સાથે જોડ્યા છે. બીજા કોઈ પણ મહાન નેતાઓના નામ કોંગ્રેસ દ્વારા જોવામાં નથી આવ્યા. દેશના મહાન નેતાઓ સાથે કોંગ્રેસે અપકૃત્ય કર્યો છે, અન્યાય કર્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ રમત ગમત સંકુલ નામ જોડવામાં આવ્યું છે તેને ટીકાની દ્રષ્ટિએ કોંગ્રેસ જોઈ રહી છે.