Gujarat Exclusive > દેશ-વિદેશ > ગ્લોબલ બિઝનેસ ફોરમમાં મોદી-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરશે 100 લાખ કરોડ રૂપિયા

ગ્લોબલ બિઝનેસ ફોરમમાં મોદી-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરશે 100 લાખ કરોડ રૂપિયા

0
390

ન્યૂયોર્કમાં બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમમાં સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે આજે ભારતમાં ફરી તે સરકારને જોઇ રહ્યાં છીએ, જે પોતાના પાંચ વર્ષના કાર્યકાળને લઇને જનતા વચ્ચે ગઇ અને પછી વધુ સીટો સાથે જીતીને સત્તામાં આવી છે. ભારતની જનતાએ એવુ પણ બતાવ્યુ છે કે તે વિકાસ પર વિશ્વાસ કરે છે. જનતા તે સરકાર સાથે ઉભી છે, જે બિઝનેસનો માહોલ બનાવવા માટે મોટાથી મોટા અને કડકમાં કડક નિર્ણય લેવામાં પાછળ નથી હટતી.

વૈશ્વિક કારોબારીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, અમે કોર્પોરેટ સેક્ટરમાં ભારે ટેક્સમાં કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. આ ક્રાંતિકારી નિર્ણય છે. અમે નવી સરકાર બનાવ્યા બાદ 50થી વધુ તે કાયદાને ખતમ કરી દીધો છે, જે બિઝનેસના માર્ગમાં બાધા છે.

પીએમ મોદીએ કહ્યું કે, આ તો માત્ર એક શરૂઆત છે. હજુ લાંબો સમય બાકી છે. આ ભારત સાથે બિઝનેસ કરવા માટે વિશ્વના બિઝનેસમેનો માટે ગોલ્ડન અવસર છે. ગરીબી ખતમ થઇ રહી છે અને લોકોને ખરીદવાની ક્ષમતા પણ વધી રહી છે.

વૈશ્વિક કારોબારીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે જો વૈશ્વિક કારોબારી ભારતના બજારમાં રોકાણ કરવા માંગે છે, તો તેમનું સ્વાગત છે. જો તમે ભારતમાં બિઝનેસ શરૂ કરવા માંગે છે તો ભારતમાં તમામ વિસ્તારમાં રોકાણની તક છે. જો તમે આવવા માંગો છો તો તમારૂ સ્વાગત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જો તમે શહેરીકરણમાં પણ રોકાણ કરવા માંગો છો તો પણ તમારૂ સ્વાગત છે. અમે સંરક્ષણ ક્ષેત્રમાં પણ રોકાણ માટેનો રસ્તો ખોલી દીધો છે.મોદીએ કહ્યું કે, અમે બારતને પાંચ ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખ્યુ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ, જાણો શું છે સમગ્ર મામલો