Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઉન્નાવ કાંડ: પીડિતાની ગાડીને ટક્કર મારનાર ડ્રાઈવરનો આજે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ

ઉન્નાવ કાંડ: પીડિતાની ગાડીને ટક્કર મારનાર ડ્રાઈવરનો આજે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ

0
111

ઉન્નાવ રેપ પીડિતાની સાથે રાયબરેલીમાં થયેલ અકસ્માત મામલે સીબીઆઈની ટીમ આરોપી ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને લઈને ગાંધીનગર પહોંચી ગઈ છે. જ્યાં બંનેના નાર્કોટ ટેસ્ટ કરવામાં આવનાર છે. આ માટે સીબીઆઈએ કેટલાક સવાલોનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ પહેલી સીબીઆઈ કોર્ટમાં અપીલ દાખલ કરતા તપાસ એજન્સીના ડેપ્યુટી એસપી રામસિંહે જણાવ્યું હતું કે, આ ટેસ્ટ માટે ટ્રક ચાલક આશીષ પાલ અને ક્લીનર મોહન શ્રીવાસે પરમિશન આપી હતી.

ઉન્નાવ રેપ પીડિતાની સાથે રાયબરેલીમાં થયેલા અકસ્માત અંગે ટ્રક ડ્રાઇવર અને ક્લીનરના બીઈઓએસ (બ્રેઇન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર પ્રોફાઇલિંગ) અને નાર્કોટેસ્ટ માટે ગાંધીનગર એફએસએલ ખાતે લવાયા છે. આ કેસના સીબીઆઈના તપાસનીશ અધિકારી અને તેમની ટીમ રવિવારે અહીં આવ્યા બાદ દસ કલાક સુધી બંને આરોપીના ટેસ્ટ લેનારા અધિકારી સમક્ષ દસ કલાક સુધી કેસનું બ્રીફિંગ કર્યું હતું. સોમવારે સવારે બીઈઓએસ ટેસ્ટ લેવાયો હતો. નવ કલાક સુધી આ ટેસ્ટ ચાલ્યો હતો અને હજુ મંગળવાર અને બુધવારે પણ 18 કલાક આ ટેસ્ટ ચાલશે, જેમાં ઘટનાને લગતા ફૂટેજ, ફોટો, વીડિયો, કોઈ સંદેશા આપ-લે કર્યા હોય તો તે ઉપરાંત કેસ અને આરોપીઓ વચ્ચે જોડાયેલી તમામ કડી બતાવવામાં આવી હતી.

ઉન્નાવના ધારાસભ્ય કુલદીપ સેંગર સામે રેપની ફરિયાદ કરનારી પીડિતા રાયબરેલીથી ઉન્નાવ જઈ રહી હતી ત્યારે તેની સાથે અકસ્માત થયો હતો. પીડિતાની કારને ટક્કર વાગી તેમાં કાકી-માસીનું મોત થયું હતું. જ્યારે પીડિતા અને તેના વકીલ ગંભીર ઘાયલ થયા હતા. બંનેને દિલ્હી એઇમ્સમાં દાખલ કરાયા છે.

મીકા સિંહની મુશ્કેલી વધશે! કરાંચીમાં આયોજિત કાર્યક્રમાં ‘ડી-ગેંગ’ અને ISI અધિકારી પહોંચ્યા