Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નાંદોદ તાલુકા પંચાયતની છેલ્લી સા. સભા બની તોફાની : વિપક્ષે કોંગ્રેસ પર કર્યા આક્ષેપ

નાંદોદ તાલુકા પંચાયતની છેલ્લી સા. સભા બની તોફાની : વિપક્ષે કોંગ્રેસ પર કર્યા આક્ષેપ

0
241
  • કોંગ્રેસ શાસિત 18 સભ્યોવાળી નાંદોદ તાલુકા પંચાયતની છેલ્લી સા. સભા યોજાઇ હતી
  • બેઠકમાં કોંગ્રેસના 8 અને ભાજપ 3 સભ્યો હાજર રહ્યાં હતાં
  • વિપક્ષ નેતા દિવ્યેશ વસાવાએ કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા વિકાસના કામોનો વિરોધ કર્યો

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: આગામી નવેમ્બર / ડિસેમ્બર 2020માં ગુજરાતની સ્થાનિક સ્વરાજની (તાલુકા-જિલ્લા પંચાયત) ચૂંટણીઓ આવી રહી છે. જે-તે જિલ્લાના તંત્ર દ્વારા એ મામલે તૈયારીઓ પણ આરંભી દેવાઈ છે. નર્મદા જિલ્લાની કોંગ્રેસ શાસિત 18 સભ્યોવાળી નાંદોદ તાલુકા પંચાયત (nandod taluka panchayat news) નાંદોદ તાલુકા પંચાયતની છેલ્લી સામાન્ય સભા ગત 29/09/2020નાં રોજ મળી હતી. જેમાં કોંગ્રેસના 8 અને ભાજપ 3 સભ્યો હાજર રહ્યાં હતાં. કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા વિવિધ વિકાસના કામો બાબતે વિપક્ષ નેતા દિવ્યેશ વસાવાએ વિરોધ નોંધાવતા બેઠક તોફાની બની હતી. નાંદોદ તાલુકા પંચાયત વિપક્ષ નેતા દિવ્યેશ વસાવાએ કોંગ્રેસ અને અધિકારીઓ પર ગંભીર આક્ષેપો લગાવતા ખળભળાટ મચી ગયો છે.

નાંદોદ તાલુકા પંચાયત (nandod taluka panchayat news) વિપક્ષ નેતા દિવ્યેશ વસાવાએ જણાવ્યું હતું કે, પ્રમુખ સ્થાનેથી નાંદોદ તાલુકામાં વિવિધ યોજનામાંથી ATVT,ગુજરાત પેટર્ન, આયોજન મંડળ સહિત પીવાના પાણીના સુવિધાના કામો ગ્રામ પંચાયતની જગ્યાએ તાલુકા પંચાયત દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી સીધી જ એજન્સી નક્કી કરવા માટે મુસદ્દો રજૂ કરવામાં આવ્યો હતો. જેનો અમે વિરોધ નોંધાવ્યો હતો. પોતાના મળતિયાઓને સીધો લાભ કરાવવા પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે તાલુકા પંચાયતના સત્તાધીશો દ્વારા મનમાની ચલાવી આ ઠરાવ કરાયો છે.

આ પણ વાંચો: વિધાનસભાની 8 બેઠકોમાંની એક બેઠક પર કોંગ્રેસના બે પાટીદાર નેતા સામસામે, કોને ટિકિટ મળી શકે?

પીવાના પાણીની સુવિધાના વિકાસના કામો ગ્રામ પંચાયતને જ ફાળવવા જોઈએ. પાંચ લાખ રૂપિયા સુધીના વિકાસના કામો વિના ટેન્ડરે સબંધીત ગ્રામ પંચાયત દ્વારા કરાવવા જોગવાઈ થયેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામ પંચાયતોને જ વર્ક ઓર્ડર આપવા 01/09/2020 ના રોજ નાંદોદ TDO લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં નાંદોદ તાલુકા પંચાયત (nandod taluka panchayat news) ના કોંગ્રેસી સત્તાધીશો દ્વારા TDO પર ટેન્ડરિંગ કરવા માટે રાજકીય દબાણ કરવામાં આવે છે.

દિવ્યેશ વસાવાએ જણાવ્યું હતું કે, “આ ગ્રામ પંચાયતોને પંચાયત ધારા મુજબ મળેલા અધિકારો ઉપર તરાપ મારવા સમાન છે. નાંદોદ તાલુકા પંચાયત (nandod taluka panchayat news) ના સત્તાધીશો દ્વારા પંચાયત ધારા દ્વારા મળેલા અધિકારો અને લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ થયો છે. અમે આગામી દિવસોમાં ગ્રામ પંચાયતોનાં અમારા અધિકારો સરપંચોના હિતોના રક્ષણ માટે અને પંચાયતી રાજની ગરિમાને તેમજ લોકશાહીને જીવંત રાખવા કાયદાકીય રીતે નિયમ મુજબ આગળની કાર્યવાહી કરીશું.”

આ પણ વાંચો: કોરોનાના 6 મૃતદેહોની ઓટોપ્સીમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, ફેફસાં થઇ ગયા પથ્થર સમાન