વિશાલ મિસ્ત્રી, રાજપીપલા: નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક માટે કોંગ્રેસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાને ટિકિટ આપી છે. હજુ તો હરેશ વસાવા પોતાનું ઉમેદવારી પત્ર ભરે એ પેહલા જ નાંદોદ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય પી.ડી.વસાવાના જમાઈ રવી વસાવા ભાજપમાં જોડાયા હતાં.ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રવી વસાવાને ભાજપનો ખેસ પેહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું.
Advertisement
Advertisement
સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ નાંદોદ બેઠક માટે ભાજપ માંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી કરનાર હર્ષદ વસાવાને મનાવવા માટે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજપીપલા ખાતે આવી પહોંચ્યા હતા.જો કે તેઓ હર્ષદ વસાવાને મળ્યા વગર જતાં રેહતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે.બીજી બાજુ હર્ષ સંઘવી રાજપીપલા ખાતે ભાજપની એક બેઠકમાં હાજર રહ્યા હતા.એ બેઠકમાં નાંદોદ વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્ય પી.ડી.વસાવા જમાઈ રવી વસાવા સહીત અન્ય કોંગ્રેસી કાર્યકરોને ભાજપ પ્રવેશ કરાવ્યો હતો.
આ વખતની ચૂંટણીમાં સસરા કોંગ્રેસનો પ્રચાર કરશે જ્યારે એમના જ જમાઈ ભાજપનો પ્રચાર કરતા જોવા મળશે ત્યારે કાર્યકરો અસમંજસમાં મુકાશે એ નક્કી છે.રવિ વસાવાએ જણાવ્યું હતું કે મને મારા સમાજ માટે પરિવર્તન જોઈએ છે.પીએમ મોદીએ નર્મદા જિલ્લાને વિશ્વમાં નામના અપાવી છે, અમે પીએમ મોદીના સંકલ્પને સિદ્ધ કરવા કામે લાગીશું.
Advertisement