સ્પૉર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઇ છે. પ્રથમ મેચમાં જ દુનિયાને અહી ઉલટફેર જોવા મળ્યો હતો. નામીબિયાએ પ્રથમ મેચમાં એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકાને હરાવ્યું હતું. નામીબિયાએ આ મેચને 55 રનથી જીતી લીધી છે.
Advertisement
Advertisement
મહત્વપૂર્ણ છે કે ક્વોલિફાઇંગ રાઉન્ડની આ પ્રથમ મેચ હતી, આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નામીબિયાએ પ્રથમ બેટિંગ કરતા 163 રન બનાવ્યા હતા. શ્રીલંકાને ટૂર્નામેન્ટ જીતવા માટે 164 રન બનાવવાના હતા પરંતુ એશિયા કપની ચેમ્પિયન અહી પણ ફેલ સાબિત થઇ અને 108ના સ્કોર પર ઓલ આઉટ થઇ ગઇ હતી.
નામીબીયિાની બેટિંગ
આ મેચની શરૂઆત સારી રહી નહતી. ટીમે 35ના સ્કોર પર જ પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. તે બાદ વચ્ચે એક નાની ભાગીદારી થઇ હતી અને નામીબિયાએ ઝડપ પકડવાની શરૂ કરી હતી પરંતુ ટીમ માટે અસલી કમાલ જેન ફ્રાઇલિંક અને જે.સ્મિટે કરી હતી, તેમણે 44 અને 31 રનની ઇનિંગ રમી હતી.
આ પણ વાંચો: ભારત મહિલા એશિયા કપમાં ચેમ્પિયન, શ્રીલંકાને ફાઇનલમાં 8 વિકેટે હરાવ્યું
બન્ને વચ્ચે માત્ર 33 બોલમાં 69 રનની ભાગીદારી થઇ હતી અને તેમના દમ પર નામીબિયા 163 રન બનાવી શક્યુ હતુ. શ્રીલંકા તરફથી આ મેચમાં મધુસને 2 વિકેટ ઝડપી હતી જ્યારે અન્ય બોલરોને 1-1 વિકેટ મળી હતી.
Advertisement