ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીના મૂળ ગામ એવા જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના નાગલપુર ગામ ખાતે ગામના સરપંચ, સભ્ય, ગ્રામજનો સાથે મળી મેંદરડાના આલીધ્રા રોડ પર આવેલી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
નાગલપુર ગામના સરપંચ સદસ્યો સહિતના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ગ્રીષ્માની હત્યાના આરોપી ફેનીલ ગોયાણી ને કડકમાં કડક સજા આપવામાં આવે, તાત્કાલિક કેસ ચલાવી અને ફાંસીની સજા થાય તેવા પ્રયાસો કરવામાં આવી એવી માગણી આવેદન પત્ર માં કરવામાં આવી હતી મરણ જનાર યુવતી ગ્રીષ્મા વેકરીયા મૂળ ગામ નાગલપુર હોય જેથી સ્થાનિક લોકો તેમજ ગામના સરપંચ તેમજ સભ્યોને ભારોભાર રોષ હોય જેને લઇ અને આવેદનપત્ર આપવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે ગઇકાલે ગીષ્મા વેકરીયાની અંતિમ વિધિ સૂરતમાં કરવામાં આવી હતી જેમાં જનમેદની ઉમટી પડી હતી.