નવી દિલ્હી: દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે તણાવ વધી રહ્યો છે. દારૂથી લઈને શિક્ષણ સુધીના ઘણા કેસોની તપાસ કરનાર એલજી વીકે સક્સેનાએ હવે વીજળી સબસિડી કેસમાં પણ રિપોર્ટ મંગાવ્યો છે. જે બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓએ ટ્વિટર પર એલજી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે એવું ટ્વિટ કર્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. કેજરીવાલે લખ્યું- ‘એલજી સાહેબ મને એટલો ખખડાવે છે જેટલી મારી પત્ની મને રોજ ખખડાવતી નથી.’
Advertisement
Advertisement
કેજરીવાલે ટ્વિટ કરતાં લખ્યું છે કે, “LG સાહેબ મને રોજ એટલો ઠપકો આપે છે કે તેટલો તો મારી પત્ની પણ મને બોલતી નથી. પાછલા છ મહિનામાં LG સાહેબે મને જેટલા લવ લેટર લખ્યા છે, તેટલા આખા જીવનમાં મારી પત્નીએ મને લખ્યા નથી. એલજી સાહેબ થોડૂ ચીલ કરો અને તમારા સુપર બોસને પણ બોલો થોડૂ Chill કરે. ”
LG साहिब रोज़ मुझे जितना डाँटते हैं, उतना तो मेरी पत्नी भी मुझे नहीं डाँटतीं।
पिछले छः महीनों में LG साहिब ने मुझे जितने लव लेटर लिखे हैं, उतने पूरी ज़िंदगी में मेरी पत्नी ने मुझे नहीं लिखे।
LG साहिब, थोड़ा chill करो। और अपने सुपर बॉस को भी बोलो, थोड़ा chill करें।
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 6, 2022
#બેઠકપુરાણ નાંદોદઃ મહેલોની વિરાસત અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વર્તમાન ભવ્યતા વચ્ચે ખદબદતો જ્ઞાતિવાદ કોને ફળશે?
જણાવી દઈએ કે એલજીએ ચીફ સેક્રેટરીને તે આરોપોની તપાસ કરવાનું કહ્યું છે જે અનુસાર વિજળી વિતરણ કંપનીઓને આપ સરકાર તરફથી સબ્સિડી રકમની ચૂકવણીમાં અનિયમિતત્તા કરવામાં આવી છે. એલજીએ સાત દિવસની અંદર રિપોર્ટ માંગ્યો છે.
એક દિવસ પહેલા બુધવારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ઉપરાજ્યપાલને પત્ર લખીને MCDમાં ભાજપ પર રૂ. 6,000 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.
ટ્વીટ કરતા મનીષ સિસોદિયાએ લખ્યું કે, “એલજી સાહેબને બે મહિના પહેલા MCDમાં ભાજપના 6000 કરોડના ટોલ કૌભાંડની સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી હતી. પરંતુ એલજી સાહેબ ભાજપના આ કૌભાંડ પર મૌન છે.. મેં તેમને ફરીથી વિનંતી કરી છે કે નકલી આરોપોમાં અમારી તપાસ કરાવતો રહો પરંતુ તેના ચક્કરમાં અસલી કૌંભાડોથી મોઢૂ ફેરવો નહીં.
LG साहब को दो महीने पहले MCD में भाजपा के 6000 करोड़ के टोल घोटाले की CBI जाँच की सिफ़ारिश की थी. लेकिन भाजपा के इस घोटाले पर LG साहब चुप हैं..
मैंने पुनः उनसे विनती की है कि फ़र्ज़ी आरोपों में हमारी जाँच कराते रहिए लेकिन इसके चक्कर में असली घोटालों से मुँह मत मोड़िए. pic.twitter.com/8xpHTEFzbY
— Manish Sisodia (@msisodia) October 5, 2022
Advertisement