Gujarat Exclusive > યુથ > મનોરંજન > પુરાવાના અભાવે 49 સેલિબ્રિટીઓ વિરુદ્ધનું કેસ બંધ કરવાનો આદેશ

પુરાવાના અભાવે 49 સેલિબ્રિટીઓ વિરુદ્ધનું કેસ બંધ કરવાનો આદેશ

0
176

બિહાર પોલિસે 49 સેલિબ્રિટીઓ વિરુદ્ધ રાજદ્રોહના અંતર્ગત દાખલ થયેલા કેસ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સેલિબ્રિટીઓએ દેશમાં વધતી મોબ લિંચિંગની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીને પત્ર લખ્યો હતું. બિહારના વકીલની અરજી પર સુનવણી કરતા કોર્ટે બધા જ સેલિબ્રિટીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.


આરોપીઓ વિરુદ્ધ જરૂરી પુરાવા ન હોવાના કારણે મુજફ્ફરપુરના એસએસપી મનોજ કુમાર સિન્હાએ કેસ બંધ કરવાના આદેશ આપ્યા છે. તપાસથી ખબર પડે છે કે, તેમના પર જબરજસ્તીના ખોટા આરોપો લગાવવામા આવ્યા હતા.

જણાવી દઈએ કે, શ્યામ બેનેગલ, મણિરત્નમ, અનુરાગ કશ્યપ, અપર્ણા સેન સહિત 49 સેલિબ્રિટીઓએ આ વર્ષે જૂલાઈમાં વડાપ્રધાનને પત્ર લખીને ચિંતા જાહેર કરી હતી. પોતાના પત્રમાં બધા જ સેલિબ્રિટીઓએ જણાવ્યુ હતુ કે, મુસ્લિમો, દલિતો અને અન્ય લઘુમતિ સમુદાયો પર થતી મોબ લિચિંગને જલદીથી રોકવા માટે સરકાર કોઈ મોટા પગલા લે. તની સાથે જ તેમણે લખ્યુ હતુ કે, અસહમતિ વગર લોકતંત્રની કલ્પના કરવું મુશ્કેલ છે.

બેડરુમમાં રોમાન્સ કરતા જોવા મળ્યા પ્રિયંકા અને ફરહાન