Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > 18 વર્ષથી ઓછી વયની મુસ્લિમ યુવતી પસંદગીના પાત્ર સાથે નિકાહ કરી શકે

18 વર્ષથી ઓછી વયની મુસ્લિમ યુવતી પસંદગીના પાત્ર સાથે નિકાહ કરી શકે

0
174
  • પંજાબ અને હરિયાણા હાઇકોર્ટેે આપ્યો મહત્વપૂર્ણ  ચુકાદો
  • 35 વર્ષના યુવક અને 17 વર્ષની યુવતીના લગ્નનો મામલો

ચંડીગઢઃ 18 વર્ષથી ઓછી વયની મુસ્લિમ યુવતી પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન (Muslim Girl Nikah) કરી શકે છે. દેશમાં યુવતીની લગ્ન વયમર્યાદા 18 વર્ષ છે. પરંતુ પંજાબ અને હરિયાણા હાકોર્ટે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની રોશનીમાં આ મહત્વનો ચુકાદો આપ્યો.

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે કહ્યું કે યૌવન પ્રાપ્ત કરી ચુકેલી 18 વર્ષથી ઓછી વયની મુસ્લિમ યુવતી મુસ્લિમ પર્સનલ લો મુજબ કોઇ પણ પુરુષની સાથે લગ્ન કરવા માટે સ્વતંત્ર છે. કોર્ટે પોતાના ચુકાદામાં મુસ્લિમ લગ્ન અંગેના અગાઉના કોર્ટના તમામ ચુકાદા અને સાહિત્યને આધાર બનાવ્યું.

આ પણ વાંચોઃ

કોર્ટે સર દિનશાહ મુલ્લાના પુસ્તકને ટાંક્યું

કોર્ટે સર દિનશાહ ફરદુનજી મુલ્લાના પુસ્તક ‘પ્રિન્સિપલ્સ ઓફ મુહમ્મદન લો’ના આર્ટિકલ 195નો હવાલો ટાંકી હાઇકોર્ટે માન્યું કે યુવાવસ્થાની વય મેળવી ચુકેલી એક મુસ્લિમ યુવતી પોતાની પસંદની વ્યક્તિ સાથે નિકાહ (Muslim Girl Nikah)ના બંધનમાં બંધાવવા માટે સક્ષમ છે.

મુસ્લિમ પર્નલ લો મુજબ નિકાહ માટે સક્ષમ અંગે વ્યાખ્યા કરતા મુલ્લાના પુસ્તક આર્ટિકલ 195માં કહેવાયું છે કે

“દરેક મુસ્લિમ જે સ્વસ્થ મગજ ધરાવતો હોય અને યૌવન પ્રાપ્ત કરી ચૂક્યું હોય, તે લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. માનસિક રીત અસ્વસ્થ અને સગીર જેણે યૌવન પ્રાપ્ત કર્યું નથી, તેમના મામલામાં તેમના વાલીઓ નિકાહમાં કાયદેસર રીતે કરાર કરી શકે છે. સ્વસ્થ મગજ અને યુવાવસ્થા મેળવી ચુકેલી મુસ્લિમ યુવતીનો નિકાહ જો તેની અસંમત્તિથી થતુ હોય તો તે શૂન્ય ગણાશે”

પુસ્તક મુજબ પુરાવાના અભાવે 15 વર્ષની વયમાં યૌવનની પ્રાપ્તિ થઇ જતી હોવાનું મનાય છે. જસ્ટિસ અલકા સરીને પંજાબના એક મુસ્લિમ દંપત્તિની અરજીની સુનાવણી કરતા આ આ ચુકાદો આપ્યો.

યુગલે પરિવારની વિરુદ્ધ જઇ લગ્ન કર્યા

આ કેસમાં અરજદારો 36 વર્ષના યુવક અને 17 વર્ષની યુવતીએ 21 જાન્યુઆરી 2021ના રોજ મુસ્લિમ સંસ્કારો અને સમારંભ મુજબ નિકાહ (Muslim Girl Nikah)કર્યા હતા. આ બંનેના પ્રથમ લગ્ન હતા. તેમણે પોતાના જીવનની સુરક્ષા અને તેમના સંબંધની વિરુદ્ધ પરિવારજનોથી સ્વતંત્રતા માટે દિશા-નિર્દેશ માંગ્યા હતા.

આ પણ વાંચોઃ

દંપત્તિએ કોર્ટમાં કેવી દલીલો કરી Muslim Girl Nikah

અરજદાર પતિ-પત્નીએ તર્ક રજૂ કર્યું હતું કે મુસ્લિમ કાયદામાં યૌવન અને સગીર થવું સમાન માનવામાં આવે છે. જે મુજબ એવું અનુમાન છે કે 15 વર્ષની વયમાં કોઇ પણ વ્યક્તિ પુખ્ત થઇ જાય છે. તેમણે એક તર્ક આ પણ આપ્યું હતું કે યુવાવસ્થા મેળવી ચુકેલ એક મુસ્લિમ યુવતી અને યુવક પોતાની પસંદથી લગ્ન કરવા માટે સ્વતંત્ર છે. તેથી વાલીઓને તેમાં હસ્તક્ષેપ કરવાનો કોઇ અધિકાર હોતો નથી.

અરજદારોએ તેમનું જીવન અને સંવતંત્રતા સંબંધીથી જોખમમાં હોવાની દલીલ કરી હતી. જેના માટે તેમણે મોહાલીના એસએસપીને પણ અરજી કરી હતી. તેમની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસે જોયું કે યુવતી પર મુસ્લિમ પર્સનલ લો લાગુ પડે છે.

…..એટલે દંપત્તિને મૌલિક અધિકારોથી વંચિત ન રખાયઃ કોર્ટ Muslim Girl Nikah

હાઇકોર્ટે એવું ઠેરવ્યું કે અરજદારોએ માત્ર પરિવારની વિરુદ્ધ જઇ લગ્ન કર્યા હોવાના આધાર પર તેઓ તેમને મળેલા બંધારણીય મૌલિક અધિકારોથી વંચિત થઇ શકે નહીં. સાથે કોર્ટે મોહાલીના એસએસપીને દંપત્તિની જીવની સુરક્ષા માટે યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો.

આ પણ વાંચોઃ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat