Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મુસ્લિમ નામ ધારણ કરી છુપાઈને રહેતા હત્યાના આરોપીની ધરપકડ

મુસ્લિમ નામ ધારણ કરી છુપાઈને રહેતા હત્યાના આરોપીની ધરપકડ

0
99

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં હત્યાના સજા ભોગવી રહેલો આરોપી પેરોલ પર બહાર આવ્યો હતો. જો કે ફરીથી જેલમાં હાજર થવાના બદલે છ વર્ષથી પોતાનો હુલિયો બદલી મુસ્લિમ નામ રાખી વાપીમાં જીઆઈડીસી વિસ્તારમાં રહેતો હતો. આ કેદીને ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ઝડપી લઈ જેલ હવાલે કર્યો હતો.

અમરાઈવાડીમાં 1996માં હત્યાના એક કેસમાં આરોપી દિનેશકુમાર રમણલાલ શાહ (ઉં.વ.48) ને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી, પરંતુ ફર્લો રજા પર મુક્ત થયા બાદ 2015થી નાસતો ફરતો હતો. દરમિયાન ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, દિનેશ શાહ પોતાનો હુલિયો બદલી દિલાવરખાન નામ રાખી એક મુસ્લિમ મહિલા સાથે વાપી આરબીએલ કોલોનીમાં રહે છે. બાતમીના પગલે પોલીસ ટીમે વાપીથી દિનેશ શાહને ઝડપી જેલ હવાલે કર્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat