Gujarat Exclusive > દેશ-વિદેશ > જૂનાગઢના કોમેડિયન મુનવ્વર ફારૂકીની જામીન અરજી મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ફગાવી

જૂનાગઢના કોમેડિયન મુનવ્વર ફારૂકીની જામીન અરજી મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ફગાવી

0
126
  • મુનવ્વર ફારૂકીની ઇન્દોર પોલીસે 1 જાન્યુઆરીએ ધરપકડ કરી હતી

ભોપાલ: મધ્ય પ્રદેશ હાઇકોર્ટે કોમેડિયન મુનવ્વર ફારૂકી અને તેના એક સાથીની જામીન અરજી ફગાવી દીધી છે. ફારૂકી પર ઇન્દોરમાં એક સ્ટેન્ડઅપ શો દરમિયાન ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચાડવાનો આરોપ છે. મુળ જૂનાગઢના મુનવ્વર ફારૂકીની ઇન્દોર પોલીસે 1 જાન્યુઆરીએ ધરપકડ કરી હતી.  Munawar Faruqui denied bail

સુનાવણી દરમિયાન, હાઇકોર્ટની ઇન્દોર બેન્ચે કહ્યુ કે અત્યાર સુધી ભેગા કરવામાં આવેલા પુરાવાથી ખબર પડે છે કે શો દરમિયાન જાણી જોઇને દેશના નાગરિકોના એક વર્ગની ધાર્મિક ભાવનાઓને અપમાનિત કરવામાં આવી હતી. મુનવ્વર ફારૂકી તરફથી દાખલ થયેલી પ્રથમ બે જામીન અરજી પહેલા જ ફગાવી દેવામાં આવી છે.  Munawar Faruqui denied bail

સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યુ, “અત્યાર સુધી ભેગા કરવામાં આવેલા પુરાવા/મટીરિયલ જણાવે છે કે એક સાર્વજનિક સ્થળ પર કોમેડીની આડમાં, પ્રથમ દ્રષ્ટીએ, જાણી જોઇને ભારતના નાગરિકોના એક વર્ગની ધાર્મિક ભાવનાઓને અપમાનીત કરતી કોમેન્ટ કરવામાં આવી છે.”

જામીન અરજી ફગાવતા હાઇકોર્ટે કહ્યુ કે, ફરિયાદકરનારા વકીલ તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અરજી કરનારે બીજા આરોપી સાથે મળીને સોશિયલ મીડિયા પર હિન્દૂ ભગવાન, ભગવાન શ્રીરામ અને દેવી સીતાને લઇને 18 મહિનામાં અપમાનજનક જોક કર્યા છે.  Munawar Faruqui denied bail

કોર્ટે સોમવારે સુરક્ષિત રાખ્યો હતો નિર્ણય

25 જાન્યુઆરીએ ફારૂકીની જામીન અરજી પર સુનાવણી કરતા ઇન્દોર બેન્ચે કહ્યુ હતું કે, “આવા લોકોને છોડવામાં ના આવવા જોઇએ.” જસ્ટિસ રોહિત આર્યએ કહ્યુ, “પરંતુ તમે કોઇની ધાર્મિક ભાવનાઓનો ખોટ ફાયદો કેમ ઉઠાવો છો? તમારી વિચારધારા સાથે શું તકલીફ છે? બિઝનેસ માટે તમે આવુ કેવી રીતે કરી શકો છો?”

આ પણ વાંચો: ‘સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ નહીં તો યૌન શોષણ નહીં’- નિર્ણય પર સુપ્રીમ કોર્ટની રોક

મુનવ્વર ફારૂકી પર શું છે આરોપ?

મુનવ્વર ફારૂકી પર આરોપ છે કે નવા વર્ષે ઇન્દોરમાં એક કાર્યક્રમમાં તેણે હિન્દૂ-દેવી દેવતાઓને લઇને અપમાનજનક વાતો કહી હતી. સ્થાનિક ભાજપના ધારાસભ્ય માલિની સિંહ ગૌડના પુત્ર અને હિન્દૂ રક્ષક સંગઠનના સંયોજક, એકલવ્ય સિંહ ગૌડની ફરિયાદ પર ફારૂકી વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ઇન્દોર પોલીસ કહી ચુકી છે કે તેમની પાસે ફારૂકી વિરૂદ્ધ કોઇ વીડિયો પુરાવા નથી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9