Gujarat Exclusive > દેશ-વિદેશ > મુંબઇમાં 31 ડિસેમ્બર સુધી સ્કૂલ નહી ખુલે, મુંબઇ-દિલ્હી ટ્રેન-વિમાન સેવા પણ બંધ થઇ શકે

મુંબઇમાં 31 ડિસેમ્બર સુધી સ્કૂલ નહી ખુલે, મુંબઇ-દિલ્હી ટ્રેન-વિમાન સેવા પણ બંધ થઇ શકે

0
119

દિલ્હી સહિત દેશભરમાં કોરોના વાયરસનો કેર જોવા મળી રહ્યો છે. મુંબઇમાં કોરોનાના કેસ વધતા મહારાષ્ટ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મુંબઇમાં કોરોનાના કેસ વધતા 31 ડિસેમ્બર સુધી સ્કૂલ નહી ખુલે. બીજી તરફ મુંબઇ અને દિલ્હી વચ્ચે વિમાન અને ટ્રેન સેવા પણ બંધ થઇ શકે છે.

મુંબઇમાં 31 ડિસેમ્બર સુધી નહી ખુલે સ્કૂલ Mumbai School Closed

મુંબઇમાં કોરોના વાયરસના વધતા કેસને જોતા બીએમસીએ મોટો નિર્ણય લીધો છે. બીએમસીએ તમામ સ્કૂલોને 31 ડિસેમ્બર સુધી ના ખોલવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા ગુજરાતમાં પણ સ્કૂલ ખોલવાના નિર્ણયને પરત લેવામાં આવ્યો હતો. ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલ કોલેજ ખુલવાની હતી પરંતુ બાદમાં કોરોના સંક્રમણ વધતા સરકારે નિર્ણય પરત લેવો પડ્યો છે.

બંધ થઇ શકે છે દિલ્હી-મુંબઇ વિમાન અને ટ્રેન સેવા Mumbai School Closed

દિલ્હીમાં કોરોનાના વધતા કેસને જોતા મહારાષ્ટ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દિલ્હી અને મુંબઇ વચ્ચે ટ્રેનની સાથે સાથે ફ્લાઇટ સેવા પણ બંધ થઇ શકે છે.

આ પણ વાંચો: CMએ કહ્યું લોકડાઉન નહી થાય, લોકો પુછે છે- તો પછી આ શું છે?

દિલ્હીમાં 43 હજારથી વધુ એક્ટિવ કેસ Mumbai School Closed

દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધતી જઇ રહી છે. 24 કલાકમાં સાડા સાત હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં કોરોનાથી 98 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સમયે દિલ્હીમાં 43 હજારથી વધુ કોરોનાના એક્ટિવ કેસ છે. પ્રાઇવેટ હોસ્પિટલના આઇસીયૂમાં 80 ટકા બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખવાના નિર્ણય પર કડકાઇથી અમલ થશે. પ્રાઇવ હોસ્પિટલના નોન-આઇસીયૂ બેડ 60 ટકા સુધી રિઝર્વ હશે.