Gujarat Exclusive > યુથ > મનોરંજન > કંગના રનૌત પર વધુ એક સંકટ, મુંબઇ પોલીસ શરૂ કરશે ડ્રગ્સ કેસની તપાસ

કંગના રનૌત પર વધુ એક સંકટ, મુંબઇ પોલીસ શરૂ કરશે ડ્રગ્સ કેસની તપાસ

0
422
  • મહારાષ્ટ્ર સરકાર અને કંગના રનૌત વચ્ચેના તણાવમાં સતત વધારો
  • હવે મુંબઇ પોલીસ કંગના વિરૂદ્ધ ડ્ર્ગ્સ કેસને લઇ તપાસ હાથ ધરશેે
  • મહારાષ્ટ્રનાં ગૃહ રાજ્યમંત્રી અનિલ દેશમુખે કંગનાનો ડ્રગ્સ મામલો ઉઠાવ્યો

મુંબઇઃ મહારાષ્ટ્ર સરકાર અને બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut Latest News) વચ્ચે સતત તણાવ શરૂ છે. એવામાં હવે મુંબઇ પોલીસ કંગના વિરૂદ્ધ ડ્રગ્સ કેસની તપાસ કરશે. મહારાષ્ટ્ર સરકારે મુંબઇ પોલીસને તપાસનો આદેશ આપ્યો છે. મુંબઇ પોલીસને મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ મામલાની તપાસ કરવા ઓફિશીયલ લેટર પણ મળ્યો છે.

મહારાષ્ટ્રનાં ગૃહ રાજ્યમંત્રી અનિલ દેશમુખે (Home Minister Anil Deshmukh, Maharashtra) કંગના રનૌતનો ડ્રગ્સ મામલો ઉઠાવ્યો છે. તેઓએ કંગનાના એક્સ બોયફ્રેન્ડ અધ્યયન સુમનના એક જૂના ઇન્ટરવ્યુના આધાર પર આ મામલાને ઉઠાવ્યો છે. અધ્યયન સુમને પોતાના આ ઇન્ટરવ્યુમાં કંગનાનો ડ્ર્ગ્સ લેવાનો દાવો કર્યો હતો.

જો કે ગૃહમંત્રીના આ નિવેદન બાદ કંગનાએ ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, “પ્લીઝ મારો ડ્રગ્સ ટેસ્ટ કરો, મારા કોલ રેકોર્ડ્સની પણ તપાસ કરો જો આપને ડ્રગ્સ પેડલર્સને લઇને મારી સાથેની કોઇ પણ લિંક મળે છે તો હું મારી ભૂલ સ્વીકારી લઇશ અને હંમેશા માટે મુંબઇ છોડી દઇશ. આપને મળવા માટે હું ઉત્સુક છું.”

આ પણ વાંચોઃ કંગનાનો હવે સનિયા ગાંધી પર હુમલોઃ કોંગ્રેસ અધ્યક્ષાના મૌન પર કર્યો વાર

ઉલ્લેખનીય છે કે કંગના રનૌતે તાજેતરમાં જ મુંબઇની તુલના પાકિસ્તાનના કબ્જા હેઠળનું કાશ્મીર (PoK) સાથે કરી હતી. જેની પર શિવસેનાએ નારાજગી દર્શાવી હતી. શિવસેના નેતા સંજય રાઉત અને કંગના વચ્ચે ખૂબ નિવેદનબાજી શરૂ થઇ ગઇ છે. કંગનાએ કહ્યું કે, “સંજય રાઉતે કંગનાને મુંબઇ નહીં આવવાની ધમકી આપી હતી.”

 

ત્યાર બાદ કંગના કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ‘Y’ કેટેગરીની સુરક્ષામાં મુંબઇ આવી હતી. જો કે તેના મુંબઇ પહોંચતા પહેલા જ BMCએ તેની ઓફિસમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. જો કે, હાઇકોર્ટના આદેશ બાદ BMCની કાર્યવાહી પર રોક લગાવી દીધી અને હવે કંગના આ મામલે વળતરની માંગ કરી રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર, હોટલના રિનોવેશન માટે 10 કરોડ સુધીની સહાય

કંગનાના ઉદ્ધવ ઠાકરે પર સતત આકરા પ્રહાર

અત્રે ઉલ્લેખનીય છે કે BMCએ બુધવારના રોજ કંગનાની પાલીહિલ ખાતેની 48 કરોડની ઓફિસને માત્ર કંગના (Kangana Ranaut Latest News) મુંબઇ પહોંચે તે પહેલા જ તોડી પાડી હતી. હવે તેની નજર કંગનાના ખાર સ્થિત ઘર પર છે. તેથી છંછેડાયેલી કંગનાએ શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને ટાર્ગેટ કર્યા છે.

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની વચ્ચેનો વિવાદ સતત વધતો જઈ રહ્યો છે. કંગના સતત ઉદ્ધવ અને શિવસેના ઉપર હુમલો કરી રહી છે. ત્યારે બીજી બાજુ મુંબઈની બાક્રોલી પોલીસ સ્ટેશનમાં કંગનાની વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણીને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો છે. CM ઉદ્ધવ ઠાકરે ઉપર આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવતા કંગના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

BMCએ કંગનાની ઓફિસ ઉપર બુલ્ડોઝર ચલાવી દીધું હતું. પરંતુ તેનાથી કંગનાના હુમલાઓની ધાર ઓછી નથી થઈ. કંગનાએ ઉદ્ધવને વંશવાદનો નમૂનો અને શિવસેનાને સોનિયાની સેના કહી છે. જેને લીધે વિવાદ વધુ વકર્યો છે અને શિવસેના બેબાકળી થઈ ગઈ છે.

 

આ પણ વાંચોઃ રિયા ચક્રવર્તીને વધુ એક ફટકો, કોર્ટે જામીન અરજી ફગાવી