મુંબઈ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મુંબઈના એક ગોડાઉનમાંથી 50 કિલો ‘મેફેડ્રોન’ (MD ડ્રગ્સ) રિકવર કર્યું છે. એનસીબીએ આ સંબંધમાં ‘એર ઈન્ડિયા’ના પૂર્વ પાઈલટ સહિત બે લોકોની ધરપકડ કરી છે. બંને આરોપીઓ મુંબઈના રહેવાસી છે. આ ગેંગના લીડરની અગાઉ મેન્ડ્રેકની દાણચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ગુજરાતના જામનગરમાંથી 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં પાયલટ પણ આરોપી છે.
Advertisement
Advertisement
તપાસમાં સામે આવ્યું છે કે મુંબઈ અને જામનગર બંને એક જ ડ્રગ્સ કાર્ટેલનો ભાગ છે. કુલ જપ્તી 60 કિલો છે, જેની કુલ કિંમત 120 કરોડ રૂપિયા છે. ધરપકડ કરાયેલા આરોપી સોહેલ ગફ્ફારે યુએસએથી પાયલટની ટ્રેનિંગ લીધી છે. તેઓ અગાઉ એર ઈન્ડિયામાં કામ કરી ચૂક્યા છે.
આ પણ વાંચો : મોદી સરકારે CJI યૂયૂ લલિતને અનુગામી સૂચવવા કહ્યું: સૂત્રો
સોહેલ ગફ્ફારે થોડા વર્ષો પહેલા તબીબી કારણોસર પાઇલટની નોકરી છોડી દીધી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્ટેલે બજારમાં 225 કિલો એમડી ડ્રગ્સનું વિતરણ કર્યું છે. તેની પાસેથી અત્યાર સુધીમાં 60 કિલો રિકવર કરવામાં આવ્યું છે.
Advertisement